National News/ ન્યૂડ ફોટોના બદલામાં પાકિસ્તાનને સૈન્યની ગુપ્ત માહિતી આપી, IAF વિંગ કમાન્ડરની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો

IAF Honey Trap Case: પાકિસ્તાની મહિલા જાસૂસના હનીટ્રેપમાં ફસાઈને સૈન્યની ગુપ્ત માહિતી શેર કર્યાનો વાયુસેનાના વિંગ કમાન્ડર પર આરોપ છે. ચાર્જશીટમાં વોટ્સએપ ચેટ અને જાસૂસી સોફ્ટવેર અંગે ખુલાસા થયા છે.

Top Stories NATIONAL India Breaking News
IAF Honey Trap Case: ન્યૂડ ફોટાના બદલામાં સૈન્યના રહસ્યો લીક કર્યાનો આરોપ, વાયુસેનાના અધિકારીનો મોટો ખુલાસો

Indian Air Force: ભારતીય વાયુસેનાના એક વિંગ કમાન્ડર (IAF Wing Commander) પર પાકિસ્તાની મહિલા જાસૂસના હનીટ્રેપ (IAF Honey Trap Case)માં ફસાઈને દેશની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપવાનો આરોપ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

ચાર્જશીટ મુજબ, આરોપી વિંગ કમાન્ડર મનોરથ સિંહ સભરવાલે મહિલા એજન્ટને લેહમાં ફાઇટર જેટની તૈનાતી, રાજસ્થાનમાં સૈન્ય અભ્યાસ અને ડ્રોન યુનિટની ક્ષમતાઓ સહિતની માહિતી આપી હતી. એટલું જ નહીં, યુદ્ધ દરમિયાન સૈન્યની સંભવિત તૈનાતી સાથે જોડાયેલા દસ્તાવેજોના પાનાં પણ મોકલ્યાનો આરોપ (Military Secrets Leak) છે. તેણે દરેક ન્યૂડ ફોટોના બદલામાં વોર પ્લાનનું એક નવું પાનું આપવાની વાત કરી હોવાનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ છે.

IAF Honey Trap Case: વોટ્સએપ ચેટમાં 3,008 મેસેજ મળ્યા

પોલીસે બંને વચ્ચેની વોટ્સએપ ચેટની તપાસ કરતાં 3,008 મેસેજ, 65 ફોટા, 65 રિએક્શન, 42 કોલ, 4 વીડિયો કોલ અને 6 લિંક મળી હોવાનો દાવો કર્યો છે. આરોપી 12 જાન્યુઆરીથી 1 એપ્રિલ દરમિયાન પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો. મહિલા એજન્ટ ગુજરાતના સિમ કાર્ડનો ઉપયોગ કરીને વોટ્સએપ ચલાવતી હોવાની માહિતી પણ સામે આવી છે.

ઓફિસમાં આઇફોન સાથે પકડાયો

આરોપી રેસકોર્સ સ્થિત પોતાની ઓફિસમાં જઈ રહ્યો હતો ત્યારે સુરક્ષા કર્મચારીઓએ તેને તપાસ માટે રોક્યો હતો. તેની પાસે આઇફોન મળી આવ્યો હતો, જ્યારે તે ઓફિસમાં મોબાઇલ લઈ જવાની મંજૂરી નહોતી. તે ગુપ્ત વિભાગની જવાબદારી સંભાળતો હોવાથી મોબાઇલ રાખવા પર પ્રતિબંધ હતો.

ફોનની તપાસ દરમિયાન વોટ્સએપ ચેટ અને ગુપ્ત માહિતીની આપ-લેનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ વાયુસેનાને જાણ કરવામાં આવી અને દિલ્હી પોલીસને ફરિયાદ અપાઈ હતી.

ડ્રોન યુનિટની ક્ષમતા અને કામગીરીની માહિતી આપી

પોલીસના આરોપ મુજબ, વિંગ કમાન્ડરે ડ્રોન યુનિટમાં કેટલા કર્મચારીઓ છે, યુનિટ કેવી રીતે કામ કરે છે અને તેની ક્ષમતાઓ શું છે તેની વિગતો શેર કરી (Drone Unit Information) હતી. ડ્રોનના પરીક્ષણ, તેની ઉડાનનો સમય અને લક્ષ્ય નક્કી કરવાની પદ્ધતિ અંગેની માહિતી પણ આપ્યાનો આરોપ છે.

પાંચ કર્મચારીઓના મોબાઇલમાં જાસૂસી સોફ્ટવેર

ચાર્જશીટમાં એવો પણ આરોપ છે કે પાકિસ્તાની એજન્ટ (Pakistan Spy)ના કહેવાથી અધિકારીએ પોતાની નીચે કામ કરતા પાંચ કર્મચારીઓના મોબાઇલ અને અન્ય ઉપકરણોમાં જાસૂસી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવ્યું હતું. આ સોફ્ટવેર દ્વારા તેમના ઉપકરણોમાં રહેલી અંગત અને સૈન્ય સંબંધિત માહિતી સુધી પહોંચ મેળવી શકાય તેમ હતું.

આરોપી સામે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ચાર્જશીટ દાખલ કરી છે. પટિયાલા હાઉસ કોર્ટે તેને 5 ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હાલ આ મામલે ચાર્જશીટમાં કરવામાં આવેલા આરોપો અંગે કોર્ટની કાર્યવાહી થવાની બાકી છે.


આ પણ વાંચો: અમૃતસરમાં બે જાસૂસોની ધરપકડ, પાકિસ્તાનને સેનાની ગુપ્ત માહિતી લીક કરી રહ્યા હતા

આ પણ વાંચો: પાકિસ્તાની મહિલાને ગુપ્ત માહિતી મોકલતો હતો જાસૂસ, ગુજરાત ATS દ્વારા ઝડપાયો

આ પણ વાંચો: ફિટનેસ એપે ફ્રાન્સની 4 ન્યુક્લિયર સબમરીન સાથે જોડાયેલી ગુપ્ત માહિતી કરી હતી લીક