Ahmedabad: રાજ્યમાં ધૂળેટીએ આખા રાજ્યના લોકોને રંગમાં રંગી કાઢ્યા હતા, જ્યારે કેટલીક કમનસીબ ઘટનાઓના કારણે રંગમાં ભંગ પણ પડ્યો હતો. સામાન્ય દિવસોની તુલનાએ ધૂળેટીના દિવસે ઇમરજન્સી કોલ્સ (Emergency Calls)ની સંખ્યામાં વધારો થયો હતો. તેના કારણે 108 આખા દિવસ દરમિયાન સતત દોડતી જ રહી હતી. ધૂળેટીના દિવસે ઇમરજન્સી કોલ્સ (Emergency calls)માં થયેલો વધારો દર્શાવે છે કે ધૂળેટી રમવાની સાથે-સાથે ક્યાંક સલામતીને લગતા પાસા સાથે સમાધાન કરવામાં આવ્યું છે.
ઇમરજન્સી કોલ્સ (Emergency Calls)નું પ્રમાણ વધ્યું
ધૂળેટીના દિવસે સાંજના છ વાગ્યા સુધીમાં 3,796 કોલ્સ નોંધાયા હતા. આમ સામાન્ય દિવસે નોંધાય છે તેના કરતાં કુલ 530 કોલ્સ વધુ નોંધાયા હતા. આમ તહેવારના દિવસે અણધાર્યા કોલ્સમાં વધારો થયો હતો. ટકાવારીની રીતે જોઈએ તો આ કોલ્સ 16થી 18 ટકા વધારે છે.
પાંચ મહાનગરોમાં વધારાનો સ્ટાફ પહેલેથી જ રખાયો હતો
ધૂળેટીના દિવસે ઇમરજન્સી કોલ્સની સંખ્યાને પહોંચી વળવા માટે ઇમરજન્સી સર્વિસિઝ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ સેવાની જોડે-જોડે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરોને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા હતા. તેના કારણે ધૂળેટીમાં ઇમરજન્સી કોલ્સની વધેલી સંખ્યાને તંત્ર પહોંચી વળ્યું હતું. આ અંગે પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પહેલેથી જ સ્ટાફની સંખ્યા વધારી દેવામાં આવી હતી, જેથી ઇમરજન્સી કોલ્સને પહોંચી વળાય. આમ વધારાના મેડિકલ સ્ટાફને પણ ગોઠવણી કરવામાં આવી હતી. તેની સાથે વોર્ડ વાઇઝ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા હતા.
તંત્રની ચેતવણી છતાં કેટલાયની બેદરકારી
આમ તંત્રએ ધૂળેટીને લઈને સાવધાની દાખવવાની અપીલ કરી હોવા છતાં પણ ઉત્સવના ઉત્સાહીઓએ ક્યાંકને ક્યાંક ભાન ભૂલ્યા હતા. તેના કારણે ઇમરજન્સી સર્વિસિઝને દોડતા રહેવાની ફરજ પડી હતી. આ બતાવે છે કે ધુળેટીને લઈને કેટલાય સ્થળોએ સલામતીના નિયમોની ધરાર અવગણના થઈ છે.
આ પણ વાંચો: બાયડના માલપુરમાં ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો, તળાવમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત
આ પણ વાંચો: સુરતમાં ધુળેટીનો આનંદ માતમમાં ફેરવાયો! કીમ નદીમાં ન્હાવા પડેલા ૩ યુવાનોના ડૂબી જવાથી મોત
આ પણ વાંચો: રંગોત્સવ પર લાગ્યું ગ્રહણ! ગુજરાતમાં એક જ દિવસમાં 23ના ડૂબી જવાથી મોત, જાણો ક્યાં બની ઘટના?
