Rashmika Mandana/ શું રશ્મિકા મંદાનાએ ચુપચાપ કરી લીધા લગ્ન? કોણ છે અભિનેત્રીનો ક્રશ? નામ સાંભળીને તમે પણ ચોંકી જશો

 રશ્મિકા મંદાનાએ હમણા એવી વાત કરી છે કે તેના ચાહકોને ચોંકી ગયા છે જ્યારે તેણે ખુલાસો કર્યો કે તે પહેલેથી જ પરિણીત છે.

Trending Entertainment
Rashmika Mandana is already married! You will also be surprised by the name!

રશ્મિકા મંદાના માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ એક અલગ ઓળખ ધરાવે છે. તેના ચાહકો તેના જીવન વિશે બધું જાણવા માંગે છે. અભિનેત્રીનું નામ હંમેશા એક્ટર વિજય દેવેરાકોંડા સાથે જોડવામાં આવ્યું છે. તેમના ડેટિંગના સમાચારો આવતા રહે છે અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે પરંતુ શું તમે જાણો છો કે રશ્મિકા પહેલાથી જ પરિણીત છે, તેણે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે અને તે વિજય દેવરાકોંડા બિલકુલ નથી. અભિનેત્રીએ જે નામ જાહેર કર્યું તે જાણીને કદાચ તમે પણ ચોંકી જશો.

તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે રશ્મિકાને તેના અંગત જીવન વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રીએ જવાબ આપ્યો કે તે પહેલેથી પરિણીત છે. રશ્મિકાની આ પ્રતિક્રિયાથી ત્યાં બેઠેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેના જવાબથી બધા ચોંકી ગયા, પછી અભિનેત્રીએ જવાબ આપ્યો કે તેણે પણ ગુપ્ત રીતે લગ્ન કર્યા છે.

અભિનેત્રીએ કહ્યું કે તેણે એનિમે પાત્ર ‘નારુતો’ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. અભિનેત્રીની આ વાત સાંભળીને બધા હસી પડ્યા. તેણે કહ્યું, ‘નારુતો પાસે મારું હૃદય છે. તે મારું પ્રિય પાત્ર છે. હું એ પાત્ર સાથે સંપૂર્ણ રીતે પરિણીત છું.

રશ્મિકા ‘એનીમે’ ની ફેન છે

તમને જણાવી દઈએ કે જાપાની એનિમ સીરિઝ ‘નારુતો’ અને નારુતો શિપુડેનનું મુખ્ય પાત્ર ઘણા લોકો માટે લાગણી સમાન છે અને આ યાદીમાં રશ્મિકા મંદાનાનું નામ પણ સામેલ છે. આ સાથે રશ્મિકાએ એનીમ કેરેક્ટર ‘હિનાતા’ જેવી બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને વાળમાં પર્પલ કલર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું, ‘નારુતો પાસે મારું હૃદય છે. હું તેને ખૂબ જ પસંદ કરું છું. હું એ પાત્ર સાથે સંપૂર્ણ રીતે પરિણીત છું.

આ પણ વાંચો:TMKOC/શૈલેષ લોઢાએ અસિત મોદી સામેનો કેસ જીત્યો, નિર્માતાએ આપવા પડ્યા 1 કરોડ રૂપિયા

આ પણ વાંચો:Daisy Shah/‘એડિટ કરીને બતાવવામાં આવે છે ખતરો કે ખિલાડી 13 ‘, ડેઝી શાહે રોહિત શેટ્ટીના શો પર આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો:Nitin Desai suicide case/નીતિન દેસાઈ આત્મહત્યા કેસમાં એડલવાઈસ ગ્રૂપના ચેરમેન વિરુદ્ધ FIR, અન્ય ચારના નામ પણ સામેલ