TMKOC/ શૈલેષ લોઢાએ અસિત મોદી સામેનો કેસ જીત્યો, નિર્માતાએ આપવા પડ્યા 1 કરોડ રૂપિયા

શૈલેષ લોઢા આ મામલાને લઈને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પહોંચ્યો હતો. E-Times અનુસાર, આ મામલો આ વર્ષે મેમાં સુનાવણી માટે આવ્યો હતો અને ચુકાદો શૈલેષ લોઢાના પક્ષમાં આવ્યો હતો.

Trending Entertainment
Untitled 54 શૈલેષ લોઢાએ અસિત મોદી સામેનો કેસ જીત્યો, નિર્માતાએ આપવા પડ્યા 1 કરોડ રૂપિયા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પરના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ શો કેટલાક નકારાત્મક સમાચારોને કારણે ચર્ચામાં છે. ઘણા કલાકારોએ શો છોડી દીધો હતો. ગયા વર્ષે શૈલેષ લોઢાએ પણ આ શોને અલવિદા કહી દીધું હતું. તે વર્ષોથી તેમાં તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યો હતો. તેની અને નિર્માતા અસિત મોદી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. શૈલેષ લોઢાએ અસિત મોદી અને તેમની પ્રોડક્શન કંપની સામે બાકી લેણાં માટે કેસ દાખલ કર્યો હતો.

શૈલેષ લોઢા આ મામલાને લઈને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પહોંચ્યો હતો. E-Times અનુસાર, આ મામલો આ વર્ષે મેમાં સુનાવણી માટે આવ્યો હતો અને ચુકાદો શૈલેષ લોઢાના પક્ષમાં આવ્યો હતો. બંને વચ્ચે સમજૂતી થઈ હતી જે બાદ શૈલેષ લોઢાને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અસિત મોદી તરફથી 1 કરોડ 5 લાખ 85 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

શૈલેષ કોર્ટના નિર્ણયથી ઘણો ખુશ છે. તેણે કહ્યું હતું કે ‘આ લડાઈ પૈસા માટે નથી પરંતુ તે ન્યાય અને આત્મસન્માન માટે હતી’. એવું લાગે છે કે યુદ્ધ જીતી લીધું છે અને હું ખૂબ જ ખુશ છું કે સત્ય સામે આવ્યું છે. શૈલેષે કહ્યું કે ‘તેઓ (નિર્માતાઓ) ઇચ્છતા હતા કે હું બાકી રકમ ચૂકવવા માટે કેટલાક કાગળો પર સહી કરું. જેમ કે મીડિયા અને અન્ય બાબતો સાથે વાત કરી શકતા નથી. હું નમ્યો નહિ મારા પૈસા મેળવવા માટે મારે કોઈ કાગળ પર શા માટે સહી કરવી જોઈએ?’

શૈલેષ માને છે કે આ કાયદાકીય લડાઈથી અન્ય કલાકારોને પણ મદદ મળી છે. અન્ય એક અભિનેતાને પણ 3 વર્ષ સુધી પૈસા આપવામાં આવ્યા ન હતા. જ્યારે તેણે પ્રોડક્શન હાઉસ સામે કેસ કર્યો ત્યારે અભિનેતાને બોલાવીને પૈસા ચૂકવવામાં આવ્યા.

જણાવી દઈએ કે, શૈલેશે એપ્રિલ 2022માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  શો છોડી દીધો હતો. આ વર્ષની શરૂઆતમાં, તેણે NCLT  તરફ વળ્યો હતો.

આ પણ વાંચો:‘એડિટ કરીને બતાવવામાં આવે છે ખતરો કે ખિલાડી 13 ‘, ડેઝી શાહે રોહિત શેટ્ટીના શો પર આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો:નીતિન દેસાઈ આત્મહત્યા કેસમાં એડલવાઈસ ગ્રૂપના ચેરમેન વિરુદ્ધ FIR, અન્ય ચારના નામ પણ સામેલ

આ પણ વાંચો:નીતિન દેસાઈ આત્મહત્યા કેસમાં 5 લોકો સામે કેસ નોંધાયો, પત્ની નેહા દેસાઈએ કરી ફરિયાદ

આ પણ વાંચો:જયારે કામની વચ્ચે કાજોલને આવ્યું હસવું, અમિતાભે આપ્યો ઠપકો, શાહરૂખે કહ્યું- શટઅપ