Not Set/ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ ,કોઇ અન્છનીય બનાવ નહીં, ઇવીએમ ખોટકાયા

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું હતું. મતદાન સમાપ્ત થયા બાદ ગુજરાત રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી બી.બી સ્વેઈને પત્રકાર પરિષદ યોજી આ મતદાન અંગે માહિતી આપી હતી. બી.બી સ્વેઈનના જણાવ્યા અનુસાર, ૪ વાગ્યા સુધી ૬૦.૧૬ % મતદાન થયું હતું. મોડી સાંજે આવી રહેલા અહેવાલો પ્રમાણે રાજ્યમાં સરેરાશ 68 ટકા મતદાન નોંધાયું હતું.જેમાં મોરબી-નવસારીમાં […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું હતું. મતદાન સમાપ્ત થયા બાદ ગુજરાત રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી બી.બી સ્વેઈને પત્રકાર પરિષદ યોજી આ મતદાન અંગે માહિતી આપી હતી. બી.બી સ્વેઈનના જણાવ્યા અનુસાર, ૪ વાગ્યા સુધી ૬૦.૧૬ % મતદાન થયું હતું.

મોડી સાંજે આવી રહેલા અહેવાલો પ્રમાણે રાજ્યમાં સરેરાશ 68 ટકા મતદાન નોંધાયું હતું.જેમાં મોરબી-નવસારીમાં સૌથી વધુ 75 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

આ મતદાન શાંતિપુર્ણ રીતે પતી ગયું હતું અને એકાદ બનાવને બાદ કરતાં કોઇ અનીચ્છનીય બનાવ બન્યો નહોતા.જો કે રાજ્યમાં લગભગ 70થી વધુ બુથો પર ઇવીએમ ખોટકાયાના અહેવાલો સામે આવ્યા હતા.આમાં સુરતમાં સૌથી વધુ ઇવીએમ ખોટકાયા હોવાની ફરિયાદો સામે આવી હતી.

જયારે પ્રથમ તબક્કાની કેટલીક બેઠક પર EVM મશીનમાં ખામી સર્જાતા રાતના ૧૦ વાગ્યા સુધી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આ આંકડો આગળ વધી શકે છે.