- અમદાવાદઃ પાંચકુવા વિસ્તારમાં મકાન ધરાશાયી
- ફાયરની 6 ગા઼ડી ઘટના સ્થળે પહોંચી ગઇ
- તાતકાલીક રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું
- મકાન ધરાશાયી થતાં એક મહિલા ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ
ગુજરાતમાં જૂના અને ખખડઘજ મકાનો ઘરાશાયી થવાની મૌસમ હાલ ફૂલ બહારમાં ખીલેલી જોવામાં આવી રહી છે, ક્યારે અમદાવાદ, તો ક્યારે નવસારી કે પછી સુરત કે આણંદમાંથી મકાન ઘરાશાયનાં સમાચારો મળતા રહે છે. તંત્ર પણ આ મામલે ક્યારેક બેદરકાર તો ક્યારેક લાચાર નજર આવે છે. અમુક કિસ્સાઓમાં તંત્ર દ્વારા મકાન જર્જરીત હોવાની અને મકાન ખાલી કરવાની રહીશોને નોટીશો પણ આપવામાં આવી હોય છે. તો રહીશો દ્વારા મકાનો ખાલી કરવામાં આવતા નથી હોતા. અને દુર્ઘટનામાં કેટલાકનો ભોગ લેવાય છે. જ્યારે અનેક કિસ્સામાં તંત્રની ઉદાશીનતા પણ સામે આવે છે. ત્યારે આજે ફરી અમદાવાદમાં એક જર્જરીત મકાન ઘરાશાયી થયાની ઘટના સામે આવી છે. જર્જરીત મકાન ધરાશાયી થતા પાસે આવેલા બે મકાનોનો કેટલોક ભાગ પણ સાથે સાથે ધરાશાયી થયેલો છે.
અમદાવાદ શહેરનાં પાંચકુવા વિસ્તારમાં ત્રણ મકાન ધરાશાયી થતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહોલ્લાનગર નંબર-3માં ત્રણ મકાન ધરાશાયી થવાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની પાંચથી છ ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે મકાન ધરાશાયી થયું તે છેલ્લા એક વર્ષથી બંધ હતું, જર્જરિત હાલતનું મકાન ધરાશાયી થતા આસપાસના અન્ય બે મકાનોને પણ નુક્સાન પહોંચ્યું હતું.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
