અમદાવાદ,
58 વર્ષ બાદ CWCની અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં ભાગ લેવા માટે ગાંધી પરિવાર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો. જેમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિત મનમોહન સિંહ અને અગ્રણી નેતાઓ અમદાવાદ પહોંચ્યા હતા.
બાદમાં એરપોર્ટથી બસમાં સવારી કરીને ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જયાં તેમનું સ્વાગત કરાયુ હતુ..બાદમાં ગાંધી આશ્રમ ખાતે ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પ્રાર્થનાસભામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિત અગ્રણીઓએ ભાગ લીધો હતો. પ્રાર્થનાસભા બાદ શહીદ સ્મારક ખાતે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
https://www.youtube.com/watch?v=0spCIY_t7os
- કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલનું નિવેદન
- પાર્ટી નક્કી કરશે ત્યાંથી ચૂંટણી લડીશ
- કોંગ્રેસની વિચારધારાને આગળ વધારીશ
- હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું
- પાર્ટી નક્કી કરશે ત્યાંથી ચૂંટણી લડીશ
હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું: હાર્દિક પટેલ#Mantavyanews #Cogress @HardikPatel_
https://t.co/un3f4hu1y2 pic.twitter.com/wlw3XIJmzn— Mantavya News (@Mantavyanews) March 12, 2019
.@HardikPatel_ સરદાર સ્મારક પહોચ્યા#Mantavyanews pic.twitter.com/ACxKw6pzfl
— Mantavya News (@Mantavyanews) March 12, 2019
અમદાવાદ ખાતે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઇ ગઇ છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક શરુ થઇ ગઈ છે. બેઠકમાં સોનિયા અને પ્રિયંકા ગાંધી હાજર છે. બેઠકમાં રાજનીતિના મહત્વના ઠરાવ કરાશે. મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાલ ઉપસ્થિત છે. અહેમદ પટેલ, એ. કે. એન્ટોની, અશોક ગેહલોત, તરૂણ ગોગોઈ, હરીશ રાવત, અંબિકા સોની,શીલા દીક્ષિત, પી. ચિદમ્બરમ્ રાજીવ સાતવ,લાલજી દેસાઈ, મીરા કુમાર, અરૂણ યાદવ હાજર,

બીજેપીની દિલ્હીમાં રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે.
Delhi: #Visuals from BJP Election Manifesto Committee meeting being chaired by Union Minister Rajnath Singh pic.twitter.com/0A9wie1km9
— ANI (@ANI) March 12, 2019
કોંગ્રેસના નેતાઓએ શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ અને પ્રિયંકાએ સરદાર સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ સોનિયા અને મનમોહનસિંહે પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ શહીદ સ્મારક ખાતે કોંગ્રેસ નેતાઓએ ફોટો સેશન કર્યું હતું.

કોંગ્રેસના નેતાઓ સરદાર સ્મારક પહોંચ્યા છે. ધ્વજવંદનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. અશોક ગેહલોત, સિદ્ધાર્થ પટેલ પહોંચ્યા શહીદ સ્મારક ખાતે પહોંચ્યા છે.
#ગાંધીનગર:લોકસભા ચૂંટણીને લઈ #BJP ની કોર ગ્રુપની બેઠક
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠકનો પ્રારંભ
પ્રદેશ પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં બેઠક
CM અને @jitu_vaghani સહિત મહાનુભાવો ઉપસ્થિત
ભાજપના સાંસદો, હોદ્દેદારો અને પ્રવક્તાઓ હાજર #Mantavyanews— Mantavya News (@Mantavyanews) March 12, 2019
સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં મુખ્ય ડેશ પર ન બેઠા પ્રિયંકા વાડ્રા. તેઓ સોનિયા ગાંધી, મનમોહનસિંહ અને રાહુલ ગાંધી સાથે ડેશ પર ના બેસીને અલગ બેઠેલા જોવા મળ્યા.

અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
Ahmedabad: Rahul Gandhi, Priyanka Gandhi Vadra & Sonia Gandhi at Sabarmati Ashram, to attend prayer meet on anniversary of 'Dandi March'. pic.twitter.com/hWjqkjISMU
— ANI (@ANI) March 12, 2019
સમાચાર એજન્સીને કહ્યું કે કૉંગ્રેસ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિથી સમગ્ર દેશમાં મજબૂત રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. CWC બેઠક પહેલાં, અમદાવાદમાં રાહુલ અને પ્રિયંકા આવી ચુક્યા છે અને સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભા યોજવા કરશે.
Gujarat: Congress President Rahul Gandhi, General Secretary UP-East Priyanka Gandhi Vadra and Sonia Gandhi arrive at Ahmedabad for Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/Fgew4zDJYN
— ANI (@ANI) March 12, 2019

લોકસભાની ચૂંટણી પ્રિયંકા લડશે નહીં, કોઈ ચૂંટણી રેલી પણ નહીં કરે
કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે પ્રિયંકા આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં, અને તે ચૂંટણી રેલીઓ પણ કરશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટી માટે રેલીઓ અને ભાષણ આપવાની જવાબદારી લીધી છે.
ગુજરાતમાં 58 વર્ષ પછી કોંગ્રેસ CWC ની બેઠક થવા જઈ રહી છે. રાજ્યમાં CWC ની છેલ્લી બેઠક 1961 માં યોજવામાં આવી હતી. ,કોંગ્રેસ CWC ની બેઠક પછી કોંગ્રેસ ગાંધીનગરમાં ‘જય જવાન, જય કિશન સભા’ નું આયોજન કરશે, જ્યાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે પણ સામિલ થઈ શકે છે. આ બેઠક દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ આ સભા દરમિયાન કૉંગ્રેસમાં જોડાશે.
