Gujarat News : આ કેસની વિગત મુજબ અમેરિકામાં રહેતા પોતાના દિકરાને મળવા તેના પિતાને અમેરિકા જવું હતું. પરંતુ પાસપોર્ટ ક્યાંક ગૂમ થઈ ગયો હતો.આથી નવો પાસપોર્ટ કઢાવવા માટે ફરિયાદી પિતાએ નવો પાસપોર્ટ કઢાવવા માટે બારતીય એમ્બેસીમાં અરજી કરી હતી. દરમિયાન અમેરિકાની ભારતીય એમ્બેસીમાંથી ભારતમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ સંદર્ભે ઈન્કવાયરી આવી હતી. જેને કારણે ફરિયાદીએ ખેડા નડિયાદ એસપી ઓફિસમાં એલઆઈબી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ ભરતગિરીઈશ્વરગિરી ગોસ્વામીનો સંપર્ક સાધ્યો હતો.
જેમાં ગોસ્વામીએ આ અંગેનુ સર્ટિફિકેટ ઉપિયાદીના દિકરાની તરફેણમાં આપવા માટે કોન્સ્ટેબલ ગોસ્વામીએ 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે ફરિયાદીએ પરમ મોટી હોવાનું જણાવતા અંતે રકઝક કર્યા બાદ રૂ.5,00,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણેએન્ટી કરપ્શન બ્યુરો )એસીબી)નો સંપર્ક સાધ્યો હતો.
જેને પગલે એસીબીના અધિકારીઓએ 8 ઓગસ્ટ 2024 ના રોજ નડિયાદના ઉત્તરસંડા સ્ટેશન રોડ પર લાલના કુવા પાસે જાળ બિછાવી હતી. જેમાં એએસઆઈ ભરતગિરી ગોસ્વામી ફરિયાદીના ઘરે આવીને તેમની પાસેથી પાંચ લાખ રૂપિયાની લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો:મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે
આ પણ વાંચો: વાયનાડના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 413, PM મોદી પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત
આ પણ વાંચો: ‘વિનેશ ફોગટને સિલ્વર મેડલ વિજેતાને અપાતી તમામ સુવિધા અપાશે’ હરિયાણાના મુખ્યમંત્રીએ કરી જાહેરાત
