Not Set/ કાલોલ તાલુકાના એરાલ ગામમાંથી ઝડપાયા બે બોગસ એલોપથી ડોક્ટરો, રૂ. ૯૪ હજારની ગેરકાયદે દવાઓનો જથ્થો જપ્ત

કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે દરેક બિમારીઓથી પિડિત દર્દીઓ માટે ડોક્ટર ભગવાન સમાન બની જાય છે પરંતુ આવા કપરા સમયમાં અમુક તકવાદી તત્વો બોગસ ડોકટર બનીને ગ્રામ્ય વિસ્તારોમાં

Gujarat

મોહસીન દાલ, પંચમહાલ @ મંતવ્ય ન્યૂઝ

કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે દરેક બિમારીઓથી પિડિત દર્દીઓ માટે ડોક્ટર ભગવાન સમાન બની જાય છે પરંતુ આવા કપરા સમયમાં અમુક તકવાદી તત્વો બોગસ ડોકટર બનીને ગ્રામ્ય વિસ્તારોમાં પિડિતોનો ફાયદો ઉઠાવી કમાણી કરતા હોય છે એવા બે બની બેઠેલા બોગસ ડોક્ટરો કાલોલ તાલુકાના એરાલમાંથી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. કાલોલ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસની વિગત મુજબ કાલોલ તાલુકાના એરાલ ગામમાં પરપ્રાંતીય યુવકો ભાડાના મકાનમાં એલોપથીની હાટડીઓ ખોલીને બોગસ ડોક્ટરો બની બેઠા હોવાનો પર્દાફાશ થયો હતો.

જે મધ્યે પશ્ચિમ બંગાળમાંથી આવેલા ઉજજવલ નિર્મલન્દુ હલદર એરાલ ગામમાં વિમલાબેન વિરેન્દ્રભાઈ પરમારના મકાનમાં શ્રેયા કલીનીક અને સરનંદુ શુકલાલ હલદર નિશાળ ફળિયામાં ખુમાનસિંહ માનસિંહ ચૌહાણના મકાનમાં કલીનિક ખોલીને બન્ને ઈસમોએ કોઈપણ પ્રકારની તબીબી અંગેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ વિના ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા.

બન્ને બોગસ ડોક્ટરો અંગે કાલોલ બ્લોક હેલ્થ ઓફિસર ડો. મનીષ દોશી, અર્બન હેલ્થ ઓફિસર ડો. જિજ્ઞેસ વરીયા અને અર્બન હેલ્થ ફાર્માસિસ્ટ નિસર્ગ પટેલ દ્વારા બન્નેના ક્લીનીક ઉપર સ્થળ તપાસ હાથ ધરી બન્ને બની બેઠેલા બોગસ ડોક્ટરો પાસે માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી કે એલોપેથિક દવાઓ રાખવાનું લાયસન્સ માંગતા બન્ને પાસે કોઈ ડિગ્રી કે લાયસન્સ ઉપલબ્ધ નહીં હોવાથી આરોગ્ય વિભાગે ઉજજવલ હલદર પાસેથી રૂ. ૫૪,૮૭૯ અને સરનંદુ હલદરના ક્લીનીક પરથી રૂ. ૪૨,૦૮૨ની વિવિધ એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો કબ્જે કરી બની બેઠેલા બન્ને બોગસ ડોક્ટરો વિરુદ્ધ વેજલપુર પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.