પાટોત્સવમાં પ્રેરણા/ પ્રાકૃતિક પેદાશ કરવા પ્રધાનમંત્રીએ પાટીદારોને પ્રેર્યા

પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ હજુ ગયો નથી અને વારંવાર નવા રૂપ સાથે પાછો ફરી રહ્યો છે. સાથે જ તેમણે લોકોને કોરોના વાયરસ જેવી મહામારી…

Gujarat
PM મોદીનું સંબોધન - 'કોવિડ-19’ હજુ ગયો નથી

રામનવમીના શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના જૂનાગઢમાં ઉમિયા માતા મંદિરના 14માં સ્થાપના દિવસ સમારોહમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી વર્ચ્ચુઅલી જોડાયા હતા. જણાવી દઈએ કે વર્ષ 2008માં ઉમિયા મંદિરનું ઉદ્ઘાટન પીએમ મોદી એ જ કર્યું હતુ, તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે હું માં ઉમિયાના ભક્તોની સાથે સાથે તમામ ખેડૂતોને અપિલ કરું છું કે આપણી ધરતી માંને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી કરવા તરફ આગળ વધે.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ હજુ ગયો નથી અને વારંવાર નવા રૂપ સાથે પાછો ફરી રહ્યો છે. સાથે જ તેમણે લોકોને કોરોના વાયરસ જેવી મહામારીને ખતમ કરવા માટે સતર્કતા દાખવવા અપિલ કરી છે.

મોદીએ જણાવ્યું કે કોઈને જાણ નથી કે બહુરૂપિ કોવિડ 19 ફરી ક્યારે અને કયાં રૂપમાં આવશે. તેમજ કોવિડ 19 ને ફેલાવવાથી રોકવા માટે વેક્સિનના લગભગ 185 કરોડ ડોઝ આપવાનું કામ લોકોના સહયોગથી સંભવ બન્યું છે.

તેમણે વધુંમાં જણાવ્યું કે કોરોના વાયરસ એક મોટું સંકટ હતું અને આપણે એ નથી કહીં શકતા કે આ વૈશ્વિક મહામારીનો અંત ક્યારે આવશે. આ બિમારી થોડા ક્ષણો માટે ભલે ધીમી પડી, પરંતુ આપણને જાણ નથી કે આ ફરી ક્યારે આવશે. આ એક બહુરૂપિ બિમારી છે.

વાંચો આ પણ: પોસ્ટર યુદ્ધ / પ્રજા અને સરકાર અમારું ક્યારે વિચારશે? રિક્ષાચાલકોની વ્યથાની ‘મંતવ્ય’ કરશે રજૂઆત

વાંચો આ પણ: એશિયા કપ 2022 / શ્રીલંકાને લાગી શકે છે મોટો ઝટકો, ગુમાવવી પડી શકે છે એશિયા કપની યજમાની

વાંચો આ પણ: World / ‘કેપ્ટન’ ઈમરાન ખાન બાદ હવે રમીઝ રાજાનો વારો છે, PCBના અધ્યક્ષ પદેથી આપી શકે છે રાજીનામું

વાંચો આ પણ: World / પાકિસ્તાનના 5 અજીબોગરીબ કાયદા, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે

વાંચો આ પણ: રાજકીય / ચૂંટણીની તૈયારીઓ વચ્ચે રાહુલ ગાંધીની વિદેશ યાત્રા, શું ચૂંટણીથી દુર ભાગી રહ્યા છે ?