@ અમ્મર બખાઈ
Junagadh News: વેપારીએ દુકાન બહાર લગાવેલું પગ લુંછણીયુ એક મહિલાએ ચોરી લીધું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી. શહેરના માંગનાથ રોડ પર આવેલી એક દુકાનના પગથિયાં પર પગ લુંછણીયુ રાખવામાં આવ્યું હતું. એક મહિલા કારમાંથી બહાર નીકળી પગ લુંછણીયુ લઈને કારમાં બેસીને જતી રહે છે. વેપારીએ તાજેતરમાં જ ૧૨૦૦ રૂપિયાની કિંમતનું નવું પગ લુંછણીયુ લીધું હતું જે એક મહિલા ઉઠાવી જતી રહી.
સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો, જેમની પાસે પોતાની કાર હોય તે સક્ષમ હોવા છતાં પગ લુંછણીયા જેવી મામૂલી વસ્તુ ઉઠાવીને લઈ જાય તે કેટલું યોગ્ય, આવી માનસિકતા માંથી લોકો ક્યારે બહાર આવશે.
આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો
આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો