Not Set/ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની આયુષ્માન અને માઁ કાર્ડથી ફ્રીમાં થશે સારવાર

ગુજરાતમાં કોરોના  કેસ માં સતત વધારો જોવા મળી રાજ્યો છે. સરકાર દ્વારા સતત લેવામાં આવી રહેલા પગલા છતાં પોઝિટિવ કેસોના દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારાના પગલે હોસ્પિટલોમાં બેડ ખૂટવાની અને વેન્ટિલેટરની તંગી સર્જાતી જોવા મળે છે . જેના પરિણામે ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળી શકતી નથી. અને તેઓ મૃત્યુ પામતા […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોના  કેસ માં સતત વધારો જોવા મળી રાજ્યો છે. સરકાર દ્વારા સતત લેવામાં આવી રહેલા પગલા છતાં પોઝિટિવ કેસોના દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારાના પગલે હોસ્પિટલોમાં બેડ ખૂટવાની અને વેન્ટિલેટરની તંગી સર્જાતી જોવા મળે છે . જેના પરિણામે ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળી શકતી નથી. અને તેઓ મૃત્યુ પામતા હોય છે. મુખ્યમંત્રી એ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં રાજ્યની રૂપાણી સરકારે દાખલ કરેલા સોગંધનામામાં જણાવ્યું છે કે, માઁ વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડમાં કોરોના સંક્રમિતોની સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટના સૂચન બાદ રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે અસરકારક પગલા લેવાનું શરૂ કરી દીધાનું જણાવ્યું છે. જે અંતર્ગત માઁ વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડમાં કોરોના ગ્રસ્ત દર્દીની સારવારને સામેલ કરવામાં આવી છે. રૂપાણી સરકારના આ નિર્ણયથી આયુષ્માન ભારત અને માઁ કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ કોઈપણ જાતના ખર્ચની ચિંતા કર્યા વિના ખાનગી હોસ્પિટલોમાં નિ:શુલ્ક સારવાર મેળવી શકશે,

આયુષ્માન ભારત યોજના મોદી સરકાર દ્વારા 2017માં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મળે છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત લાખો લાભાર્થીઓ પોતાની સારવાર કરાવી ચૂક્યાં છે. મહત્વનું છે કે, આયુષ્માન કાર્ડ ધારક કોઈ પણ સારી ખાનગી હોસ્પિટલમાં પણ ખર્ચની ચિંતા કર્યા વિના ફ્રીમાં પોતાની સારવાર કરાવી શકે છે.