Not Set/ મારી સાવકી માં એ મને ૫ જગ્યાએ વેંચી હતી, નાકમાં પાઈપ ભરાવીને ભીખ મંગાવતી હતી

ગાઝીયાબાદ અઠવાડિયા પહેલા જ ઉત્તર પ્રદેશની ગાઝીયાબાદના લોની ક્ષેત્રની કાળજું કંપાવી દે તેવી ઘટના બહાર આવી હતી. ૧૦ વર્ષની એક માસુમ બાળકીને તેની માતાએ પાંચ વાર વેચી હતી અને નાકમાં પાઈપ ભરાવીને ભીખ મંગાવતી હતી. તેના પિતા અને સાવકી માતા ખુબ અત્યાચાર કરતા અને તેને આટલી નાની ઉંમરમાં પૈસા માટે ૫ વાર અલગ અલગ જગ્યાએ […]

India

ગાઝીયાબાદ

અઠવાડિયા પહેલા જ ઉત્તર પ્રદેશની ગાઝીયાબાદના લોની ક્ષેત્રની કાળજું કંપાવી દે તેવી ઘટના બહાર આવી હતી. ૧૦ વર્ષની એક માસુમ બાળકીને તેની માતાએ પાંચ વાર વેચી હતી અને નાકમાં પાઈપ ભરાવીને ભીખ મંગાવતી હતી. તેના પિતા અને સાવકી માતા ખુબ અત્યાચાર કરતા અને તેને આટલી નાની ઉંમરમાં પૈસા માટે ૫ વાર અલગ અલગ જગ્યાએ વેચી દીધી હતી.

૧૦ વર્ષની આ બાળકી ૬૦ વર્ષીય પિતા અને ૨૦ વર્ષીય સાવકી માતા સાથે રહેતી હતી.

સાવકી માં એ આટલી જગ્યાએ વેંચી હતી 

તેની સાવકી માતાએ તેને દિલ્લી, ગાઝીયાબાદ, પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન, અજમેર અને જયપુરમાં અલગ અલગ લોકોને વેચી હતી. આ દરમ્યાન ઘણી બધી વાર તેની પર રેપ થયું હતું.

સીડબ્લ્યુસીને આ બાળકી કેવી રીતે મળી 

ગયા વર્ષે આ બાળકી જયપુરમાં રેલ્વે સ્ટેશન નજીક આમ-તેમ ફરતી દેખાઈ હતી. ત્યારબાદ એક સજ્જન વ્યક્તિએ બાળકીને જયપુર ચાઈલ્ડ વેલફેયર સમિતિ (સીડબ્લ્યુસી)ને સોંપી. સીડબ્લ્યુસીએ બાળકીના પરિવાર  વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. હાલ બાળકી સીડબ્લ્યુસીમાં જ છે અને તના કાઉન્સલીંગ દરમ્યાન ચોંકાવનારી બાબતો સામે આવે છે.

માસુમ બાળકીએ કહ્યું કે તેને જ્યાં ૫ જગ્યાએ વેચવામાં આવી હતી. ત્યાં તેના પર ઘણી બધી વાર રેપ કરવામાં આવ્યો હતો. જયારે તે તેના પિતા સામે આ બધા અત્યાચારનો વિરોધ કરતી ત્યારે તે તેને આગ ચાંપી દઝાડતા હતા અને મારઝૂડ પણ કરતા હતા. મંગળવારે બપોરે બાળકી બાળ સંરક્ષણ અને સીડબ્લ્યુસીના સદસ્યો સાથે લોનીના પોલીસ સ્ટેશન જઈને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કાઉન્સલીંગ દરમ્યાન બાળકીએ શું કહ્યું 

લોનીની રહેવાસી ૧૦ વર્ષીય બાળકી ૧૮ સપ્ટેમ્બર,૨૦૧૭ના રોજ જયપુરના સીડબ્લ્યુસી માધ્યમ દ્વારા ગાઝીયાબાદ લાવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ મહિના સુધી તેને બાળ ગૃહમાં રાખવામાં આવી હતી આ દરમ્યાન તેના પરિવારની શોધખોળ ચાલુ હતી. ૨૦ માર્ચના રોજ તેના પિતા તેને લેવા માટે આવી પહોચ્યા હતા ત્યારે આ બાળકી તેમને જોઇને રોવા લાગી અને તેને પૂછવામાં આવ્યું ત્યારે એ માત્ર એટલું જ બોલી કે ‘ ગંદે પાપા ‘ અને તેમની સાથે ઘરે જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. કાઉન્સલીંગ દરમ્યાન તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમ્યાન બાળકીએ પોતાના સાથે થયેલા અત્યાચારની બીજી ઘણી વાતો પણ જણાવી.

મારા નાકમાં પાઈપ ભરાવીને ભીખ મંગાવતા હતા 

૧૦ વર્ષીય બાળકીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું કે મારી સોતેલી માં મારા નાકમાં નળી નાખીને ભીખ  મંગાવતી હતી. મારી જોડે ભીખ મંગાવતી વખતે તે લોકોને કહેતી કે મને કેન્સર છે. મારી સારવારનું બહાનું આપીને પૈસા માંગતી હતી. આ બાળકી તેની માતાને ના પાડતી પાઈપ નાકમાં નાખવાની તો પણ તે જબરદસ્તી કરતી હતી. આ કારણોસર તેના નાકમાં ઘણા ઝખ્મ પડી ગયા છે. જો તે ભીખ માંગવાની ના પડતી તો તેની માં મારઝૂડ કરતી હતી.