Paris Paralympics 2024: ટોચની ભારતીય શૂટર (Indian Shooter) અવની લેખારા (Avani Lekhara)એ શુક્રવારે પેરિસ પેરાલિમ્પિક્સ (Paris Paralympics)માં 10 મીટર એર રાઇફલ SH1 શૂટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે દેશબંધુ મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અવનીએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું અને પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના મેડલનું ખાતું ખુલ્યું છે. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત બે મેડલ સાથે નવમા સ્થાને પહોંચી ગયું છે.
![]()
અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1ની ફાઇનલમાં 249.7ના સ્કોર સાથે ટોક્યો 2020થી પોતાનો 249.6નો પેરાલિમ્પિક રેકોર્ડ બહેતર બનાવ્યો. પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની હતી. ત્રણ વર્ષ પહેલા ટોક્યો પેરાલિમ્પિક્સમાં SH1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ અવની દેશની સૌથી વધુ હેડલાઈન મેળવનારી પેરા એથ્લેટ બની હતી. તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ અને 50 મીટર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અવની લેખારા શુક્રવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં (SH1) ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં રહેલી દેશબંધુ મોના અગ્રવાલે પણ પાંચમું સ્થાન મેળવીને આઠ શૂટર્સની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું.
ડિફેન્ડિંગ ચેમ્પિયન અવનીએ 625.8નો સ્કોર કર્યો અને ઈરિના શેટનિકથી પાછળ રહી. ઈરિનાએ પેરાલિમ્પિક ક્વોલિફિકેશન રાઉન્ડમાં 627.5ના સ્કોર સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો. બે વખતની વર્લ્ડ કપ સુવર્ણ ચંદ્રક વિજેતા મોનાએ તેની પ્રથમ પેરાલિમ્પિક્સમાં ભાગ લેતાં 623.1નો સ્કોર કર્યો હતો.
SH1 વર્ગ નિયમ
શૂટિંગમાં SH1 કેટેગરીમાં એવા શૂટર્સનો સમાવેશ થાય છે જેમણે તેમના હાથ, નીચેના ધડ, પગની હિલચાલને અસર કરી હોય અથવા તેમના હાથ અથવા પગમાં વિકૃતિ હોય. અવની કાર અકસ્માતમાં તેના શરીરના નીચેના ભાગે ગંભીર ઈજા પામ્યા બાદ વ્હીલચેરનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો:BCCIના સેક્રેટરી જય શાહ બન્યા ICCના પાંચમાં ભારતીય ચેરમેન, જાણો તેમની સત્તાઓ
આ પણ વાંચો:જય શાહે બાંગ્લાદેશની ઓફર ઠુકરાવી, ભારતમાં વર્લ્ડકપ નહીં યોજાય, જાણો કેમ નથી થઈ રહી ડે-નાઈટ ટેસ્ટ
આ પણ વાંચો:જય શાહને BCCI તરફથી નથી મળતો પગાર, જાણો કેવી રીતે થાય છે પેમેન્ટ
