World News : મીડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન (Iran) વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર સ્તરે પહોંચી ગયો છે. સેટેલાઇટ તસવીરો મુજબ અમેરિકાએ કતાર, જોર્ડન, સાઉદી અરેબિયા સહિતના દેશોમાં આવેલા પોતાના લશ્કરી ઠેકાણાઓ પર ફાઇટર જેટ, ટેન્કર એરક્રાફ્ટ અને એર ડિફેન્સ સિસ્ટમની સંખ્યા વધારી છે. નિષ્ણાતોના મત મુજબ આ ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ વિરુદ્ધ સંભવિત કાર્યવાહી અથવા ઈરાન તરફથી શક્ય હુમલા સામેની તૈયારી હોઈ શકે છે.
સેટેલાઇટ તસવીરોમાં શું જોવા મળ્યું?

પ્લેનેટ લેબ્સ અને રોઇટર્સ દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2026 વચ્ચે નોંધપાત્ર સૈન્ય હલચલ દેખાઈ છે.
1. અલ ઉદેદ એર બેઝ, કતાર
યુએસ સેન્ટ્રલ કમાન્ડનું મુખ્ય મથક.
17 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે વિમાનોની સંખ્યામાં વધારો.
મોબાઈલ પેટ્રિઅટ મિસાઈલ લોન્ચર્સ તહેનાત.
2. મુવફ્ફક સાલ્ટી એર બેઝ, જોર્ડન
25 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે ડઝનબંધ F-15E ફાઇટર જેટ.
A-10 ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ અને MQ-9 ડ્રોન તહેનાત.
ઈરાન(Iran)ની નજીક હોવાથી વ્યૂહાત્મક મહત્વ.
3. પ્રિન્સ સુલતાન એર બેઝ, સાઉદી અરેબિયા
C-5 ગેલેક્સી અને C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની હાજરી.
ભારે સૈન્ય સામગ્રી અને સાધનોની હલનચલન.
4. અન્ય સ્થળો
ઓમાન અને ડિએગો ગાર્સિયામાં પણ વિમાનોમાં વધારો.
ટેન્કર અને ડિફેન્સ સિસ્ટમની તહેનાતી વધી.
આ તૈયારીનો અર્થ શું?
વિશ્લેષકોના મત મુજબ બે શક્યતાઓ છે:
ઈરાન(Iran)ના ન્યુક્લિયર પ્લાન્ટ પર સંભવિત હુમલો – આટલી મોટી તહેનાતી સામાન્ય રક્ષણ માટે નહીં પરંતુ હુમલાની તૈયારી દર્શાવી શકે છે.
ઈરાનની મિસાઈલોથી બચાવ – અગાઉ ઈરાને અલ ઉદેદ બેઝ પર હુમલો કર્યો હતો, તેથી સંભવિત જવાબી કાર્યવાહી સામે સજ્જતા પણ હોઈ શકે.
ઈરાન(Iran)ની તૈયારી પણ તેજ

ઈરાન (Iran)પોતાના પરમાણુ સ્થળો (જેમ કે ઇસ્ફહાન)ને મજબૂત બનાવી રહ્યું છે. ટનલ અને ભૂગર્ભ સુવિધાઓને સુરક્ષિત બનાવાઈ રહી છે. ઈરાની મીડિયા મુજબ મિસાઈલ દળને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા. 35 ફૂટ લાંબી મિસાઈલને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાંથી બહાર લાવવાના વિડિયો પણ સામે આવ્યા હતા. આ સંકેતો દર્શાવે છે કે ઈરાન પણ સંભવિત યુદ્ધ માટે તૈયાર છે.
રાજનૈતિક પ્રયાસો અને નિષ્ફળ મિટિંગ
6 ફેબ્રુઆરીએ ઓમાનની રાજધાની મસ્કતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મિટિંગ થઈ. થોડા કલાકોમાં જ મિટિંગ નિષ્ફળ જાહેર થઈ. મિટિંગ પહેલા ટ્રમ્પે ઈરાનમાં રહેલા અમેરિકન નાગરિકોને દેશ છોડવાની સલાહ આપી. આ ઘટનાએ તણાવ વધુ વધી ગયો છે.
મિડલ ઈસ્ટના દેશોની ભૂમિકા
યુએઈ, સાઉદી અરેબિયા અને ઓમાન યુદ્ધના વિરોધમાં. સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઈરાનને આશ્વાસન આપ્યું કે અમેરિકાને ઈરાન વિરુદ્ધ એરસ્પેસ ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે. ગાઝા સંકટ બાદ વિસ્તાર વધુ અસ્થિર ન બને તે માટે અરબ દેશો ચિંતિત છે.
ઈઝરાયલનો દૃષ્ટિકોણ
ઈઝરાયલ ઈરાન પર કાર્યવાહીનું સમર્થન કરી શકે છે. કેટલાક અહેવાલો મુજબ ઈરાન(Iran)માં સૈન્ય અને સરકારી ઠેકાણાંને નિશાન બનાવવાની ચર્ચા. અમેરિકાનું લક્ષ્ય માત્ર ન્યુક્લિયર પ્રોગ્રામ નહીં પરંતુ ઈરાનની આંતરિક રાજનીતિ પર અસર કરવાનો પ્રયાસ પણ હોઈ શકે.
હવે આગળ શું?
બંને દેશો વાતચીત પણ કરી રહ્યા છે અને સૈન્ય તૈયારી પણ વધારી રહ્યા છે. પરિસ્થિતિ ક્ષેત્રીય યુદ્ધમાં ફેરવાઈ શકે છે. નિષ્ણાતો માને છે કે આ દબાણ કૂટનીતિ મજબૂત કરવા માટે પણ હોઈ શકે છે. હાલ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને કોઈ પણ ક્ષણે પરિસ્થિતિ ગંભીર બની શકે છે.
