Not Set/ અજબ-ગજબ/ એક એવો દેશ જ્યા ભગવાનની નહી પણ આરોપીઓની થાય છે પૂજા

આરોપીઓને હંમેશાં કોઈપણ સમાજમાં નફરતથી જોવામાં આવે છે. એક સામાન્ય નાગરિક પણ આરોપીઓને તિરસ્કારથી જ જુએ છે. તેટલુ જ નહી પણ કોઇ આરોપીને સમર્થન કરનારને પણ લોકો માફ કરતા નથી, પરંતુ તમે આ જાણીને આશ્ચર્ય થશે કે આ દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં આરોપીઓની ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે. તમને આ વાત […]

Top Stories World

આરોપીઓને હંમેશાં કોઈપણ સમાજમાં નફરતથી જોવામાં આવે છે. એક સામાન્ય નાગરિક પણ આરોપીઓને તિરસ્કારથી જ જુએ છે. તેટલુ જ નહી પણ કોઇ આરોપીને સમર્થન કરનારને પણ લોકો માફ કરતા નથી, પરંતુ તમે આ જાણીને આશ્ચર્ય થશે કે આ દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં આરોપીઓની ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે.

Image result for venezuela criminal worship"

તમને આ વાત થોડી વિચિત્ર લાગી શકે પરંતુ આ વાસ્તવિકતા છે. આ બધું લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં થાય છે. વેનેઝુએલાનાં લોકો આ દુનિયાને છોડી ચુકેલા આરોપીઓની મૂર્તિ બનાવીને તેમની પૂજા કરે છે. આ આરોપીઓને સ્પેનિશ ભાષામાં સૈન્ટોસ મૈલેન્ડ્રોસ તરીકે ઓળખાતા દેવી-દેવીઓનાં નામ આપવામાં આવ્યાં છે. કુખ્યાત અને ભયાનક આરોપીઓની મૂર્તિઓ એક જગ્યાએ રાખવામાં આવી છે, લોકો અહી દૂર-દૂરથી આ મૂર્તિઓને જોવા માટે આવે છે.

Image result for venezuela criminal worship"

વેનેઝુએલામાં આ આરોપીઓની છબી રોબિનહુડ જેવી રહી છે. આ બધા ગુનેગારો ધનિક લોકો પાસેથી લૂંટેલા પૈસા ગરીબ લોકોને વહેંચતા હતા. અહીંનાં સ્થાનિક રહીશો આ ગુનેગારોની પૂજા કરે છે કારણ કે તેઓએ કોઈની હત્યા કરી ન હતી. તેઓએ ફક્ત અમીરોને જ લૂંટ્યા. વળી તેમણે ગરીબોને ઘણી મદદ કરી હતી. સ્થાનિકોનું માનવું છે કે મૈલેન્દ્રોએ સારું કામ કર્યું છે જેના માટે તેને થોડુ ઇનામ આપવુ જોઈએ. જો તેમની પૂજા કરવામાં નહીં આવે તો તેઓ ગુસ્સે થઇ જશે.

Image result for venezuela criminal worship"

જો કોઈ વ્યક્તિ વેનેઝુએલામાં મુશ્કેલીમાં મુકાય છે, તો તે મૈલેન્દ્રો પાસેથી આશીર્વાદ માંગે છે. લોકો માને છે કે તેઓ ખુશ થઇને તેમને એક વરદાન આપે છે અને તેમના બગડેલા કામ બની જાય છે. લોકોની ઇચ્છા પૂર્ણ થયા પછી, આ સૈંટોસ મૈલેન્ડ્રોને પ્રસાદમાં વાઇન ચઢાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.