Vadodara News/ વડોદરા કોર્પોરેશનની બેદરકારીથી ડ્રેનેજ હોલમાં ખાબકતા નિવૃત્ત DySPના પુત્રએ જીવ ગુમાવ્યો

વડોદરાના માંજલપુરમાં ખુલ્લા ડ્રેનેજ મેનહોલમાં ખાબકીને 41 વર્ષીય યુવકનું મોત થયું, VMC અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ.

Top Stories Gujarat Vadodara Breaking News
VMC

Vadodara News:વડોદરા મહાનગરપાલિકા (VMC)ની ગંભીર બેદરકારીના કારણે માંજલપુર વિસ્તારમાં એક યુવકનું ડ્રેનેજ મેનહોલમાં ખાબકીને મોત નીપજ્યું છે.આ ઘટનાએ ફરી એકવાર શહેરી વિસ્તારોમાં ખુલ્લા મેનહોલ અને ડ્રેનેજ સિસ્ટમની જાળવણીના મુદ્દે પ્રશ્નો ઉભા કર્યા છે. આ બનાવને લઈ મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ ઘટના 26 ડિસેમ્બરની રાત્રે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પાણીની ટાંકી પાસે બની હતી. મૃતકનું નામ વિપુલસિંહ ઝાલા છે, જે માંજલપુરનો રહેવાસી હતો.

VMCની બેદરકારીને કારણે ડ્રેનેજ હોલમાં ખાબક્યો યુવક

VMC

તે પત્ની સાથે પગપાળા ચાલીને ચાઈનીઝ ખાવા જઈ રહ્યો હતો. અચાનક રસ્તા પરના ખુલ્લા ડ્રેનેજ મેનહોલમાં તે ખાબકી પડ્યો હતો.જાણકારી અનુસાર, તે જ દિવસે વડોદરા મહાનગરપાલિકાએ પાણીની ટાંકીની સફાઈ માટે એજન્સીને કામ સોંપ્યું હતું. સફાઈ પૂર્ણ થયા બાદ મેનહોલનું ઢાંકણું બંધ કરવામાં આવ્યું ન હતું. રાત્રીના અંધારામાં અને આસપાસ પાઈપ તથા અન્ય સામગ્રી વેરાયેલી હોવાથી વિપુલસિંહને મેનહોલ દેખાયું નહીં અને તે તેમાં પડી ગયો.ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર વિભાગના (Fire Department) જવાનોએ તરત સ્થળ પર પહોંચીને મેનહોલમાં ઉતરીને વિપુલસિંહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક CPR આપવામાં આવ્યું અને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.વિપુલસિંહના પિતા નિવૃત્ત DySP છે,પુત્રના અચાનક અવસાનથી પરિવારમાં આક્રંદ છવાયો છે.પરિવારજનોએ કોર્પોરેશનની બેદરકારીને જવાબદાર ગણાવી છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઘટના પહેલા શું કરી રહ્યા હતા, આ માત્ર દેખાડો છે… ગુજરાત હાઇકોર્ટે VMCને શા માટે ઠપકો આપ્યો?

આ પણ વાંચો:સાંસદ બનતા જ યુસુફ પઠાણ સપડાયા વિવાદમાં, VMCની જમીન પર કર્યો કબજો અને હવે….

આ પણ વાંચો:ઉ.પશ્ચિમ ઝોનમાં મ્યુનિ.નું કામ કૌભાંડ, ફોર્ચ્યુન બિલ્ડર્સને ટેન્ડર વગરનું 5 કરોડનું વધારાનું કામ આપવાનો પ્રયાસ