World News/ ઈમરાન ખાનની મુક્તિ માટે PTI ના વિરોધ પ્રદર્શન પહેલા ઈસ્લામાબાદમાં લોકડાઉન જેવી સ્થિતિ

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે PTI ના વિરોધ પ્રદર્શન પહેલા ઈસ્લામાબાદ (Islamabad)માં કડક સુરક્ષા અને લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે તેમની બહેનોની અટકાયત કરવામાં આવી છે.

World Trending
Islamabad માં લોકડાઉન

World News : પાકિસ્તાન (Pakistan)ના રાજકારણમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જેલવાસ ભોગવી રહેલા દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ (PTI) દ્વારા તેમની મુક્તિની માંગ સાથે ઈસ્લામાબાદ (Islamabad)તરફ આક્રમક કૂચનું એલાન કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવિત આંદોલનને નિષ્ફળ બનાવવા માટે વહીવટીતંત્રે રાજધાનીમાં કમાન્ડો અને પોલીસ જવાનોનો વિશાળ કાફલો ઉતારી દીધો છે તેમજ શહેરને ચારેય બાજુથી સીલ કરી દેવામાં આવ્યું છે.

pakistan

પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર તણાવ ચરમસી

સત્તાવાળાઓએ રાજધાની તરફ જતા તમામ મુખ્ય માર્ગોને અવરોધવા માટે 1000થી વધુ શિપિંગ કન્ટેનર તૈનાત કર્યા છે. જેમાંથી ઘણામાં તીક્ષ્ણ ખીલા (સ્પાઇક્સ) લગાવવામાં આવ્યા છે. પુલ પર રેતીની થેલીઓ મૂકવામાં આવી છે અને શહેરમાં પ્રવેશતા મુખ્ય હાઈવેને અવરોધવામાં આવ્યા છે. રાજધાનીમાં જાહેર સભાઓ અને ભીડ એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર શહેરમાં 22000 પોલીસ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

islamabad

Islamabad : રસ્તાઓ પર કન્ટેનર અને તીક્ષ્ણ ખીલાઓ ગોઠવાયા

આંદોલનકારીઓને રોકવા માટે સરકારે સુરક્ષાના અતિ કડક પગલાં લીધા છે. ઈસ્લામાબાદમાં પ્રવેશતા મુખ્ય હાઇવે અને માર્ગો પર એક હજારથી વધુ શિપિંગ કન્ટેનરો ખડકી દેવામાં (Islamabad Cointainer Blockade)આવ્યા છે, જેમાં અનેક જગ્યાએ વાહનોના ટાયર ફાડી નાખવા માટે તીક્ષ્ણ ખીલાઓ (સ્પાઇક્સ) લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રેતીની બોરીઓ મૂકીને સુરક્ષા ચોકીઓ ઊભી કરવામાં આવી છે. આશરે 22 હજાર જેટલા સુરક્ષાકર્મીઓની ભારે ફોર્સ તૈનાત કરવાથી સામાન્ય જનજીવન અને વેપાર-ધંધા પર માઠી અસર પડી છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે હાલાકી અને રોષ જોવા મળી રહ્યો છે.

surksha

કૂચની તારીખમાં ફેરફાર અને બહેનોની અટકાયત

મૂળ યોજના મુજબ આ વિરોધ પ્રદર્શન (Protest demonstration)યોજાવાનું હતું, પરંતુ PTI દ્વારા રણનીતિ બદલીને હવે આ કૂચ આગામી 4 ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીના નેતૃત્વનું માનવું છે કે તારીખ લંબાવવાથી સરકાર પર રાજકીય દબાણ વધુ તીવ્ર બનશે. બીજી બાજુ, આ આંદોલન પહેલા જ વહીવટીતંત્રે ઈમરાન ખાનના પરિવાર પર સકંજો કસી દીધો છે. પંજાબ ઓર્ડિનન્સ હેઠળ સુરક્ષા કારણોસર ઈમરાન ખાનની ત્રણેય બહેનો અલીમા ખાન, ઉઝમા ખાન અને નૌરીન નિયાઝીની અટકાયત કરીને તેમને 30 દિવસ માટે કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો:અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની તૈયારી, ટ્રમ્પે ઈરાન સામે મૂકી 5 કડક શરતો

આ પણ વાંચો:અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની મંત્રણા નિષ્ફળ, હોર્મુઝ અને પરમાણુ શરતો પર પેંચ ફસાયો

આ પણ વાંચો:અમેરિકાના હુમલા બાદ ઈરાન લાલઘૂમ, કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર ઝીંકી મિસાઈલો