કચ્છ,
કચ્છ નખત્રાણાના નિષ્કલંકી ધામમાં એર બલૂનફાટતા ઘટના સામે આવી છે. એર બલૂન ફાટતાબે યુવકોના મોત નિપજ્યા હતા.
પ્રદર્શન માટે મુકાયેલો બલુન અગનગોળામાં ફેરવાઇ જતા અરેરાટી પ્રસરી ગઇ હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સુભાષ ભરત રાઠવા અને મહેશ કાનજી પટેલના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને ઉજવાયેલાં મંદિરના દશાબ્દિમહોત્સવ પ્રંસંગે 7 બાય 7નો ફુગ્ગો આકાશમાંપ્રચાર -પ્રસાર અર્થે મુકાયો હતો.
મંગળવારે સવારે મૃતક યુવકો મંદિર પરિસરમાં સાફસફાઈ કરી રહ્યા હતા ત્યારે ફુગ્ગો અગનગોળો બનીતેમના પર ધડાકાભેર તૂટી પડ્યો હતો. બનાવ જીવલેણ દુર્ઘટનાથી સમગ્રવિસ્તારમાં અરેરાટી વ્યાપીહતી
