found/ જમીન ખોદકામ કરતાં આભૂષણઓનો મટકો મળ્યો

તેલંગાણામાં સોના-ચાંદીના આભુષણો મળ્યા

India

 

મટકામાં પ્રાચીન આભૂષણ મૂક્યાં હતાં જેનો ઉપયોગ મૂર્તિઓ સજાવવા માટે થાય છે

તેલગાંણાના એક વ્યક્તિની કિસ્મત બદલાઇ ગઇ. રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વ્યક્તિએ જમીનના પ્લોટની ખોદાઇ કરી. ત્યારે ખોદકામ દરમિયાન સોના-ચાંદી ભરેલો મટકો મળ્યો છે. મટકામાં પ્રાચીન આભૂષણ મૂક્યાં હતાં જેનો ઉપયોગ મૂર્તિઓ સજાવવા માટે થાય છે.

ખોદકામ દરમિયાન તાંબાનો મટકો મળી આવ્યો હતો

તેલગાંણાના જનગાંમ  પાસે હૈદરાબાદ વારંગલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે 11 એકર જમીનનાં ખોદકામ દરમિયાન તાંબાનો મટકો મળી આવ્યો હતો.

1,727 કિલો ચાંદીના આભુષણો અને સોનાના 187.47 કિલોગ્રામ આભૂષણ હતા

જમીન પર ખોદકામ કરતાં મજૂરોએ મટકાને તોડતાં તોમાંથી સોના-ચાંદીના ઝવેરાત હતા. જેમાં 1,727 કિલો ચાંદીના આભુષણો અને સોનાના 187.47 કિલોગ્રામ આભૂષણ હતા. આભૂષણમાં નાકની રિંગ, મોતી, ઝાંઝરનો સમાવેશ થાય છે.

ભારતના પ્રાવધાન 1878 મુજબ ખજાનો પોતાના હસ્તક લઇ લીધો છે

ખજાનો મળવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઇ. તેને જોવા માટે લોકોની ભીડ પણ જામી હતી. ઉલ્લેખનીય છે કે જમીનના માલિક નરસિમ્હુલને આ આભૂષણ નહીં મળે અને જમીન પર વધારે ખોદકામ કરવામાં આવશે. જિલ્લાના કલેકટરે ભારતના પ્રાવધાન 1878 મુજબ ખજાનો પોતાના હસ્તક લઇ લીધો છે.