Ahmedabad News/ બોપલના PSI સહિત બે સામે ₹5 લાખની લાંચ કેસમાં કાર્યવાહી

ટ્રેપ દરમિયાન બોપલ પોલીસ સ્ટેશનના શીલજ બીટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર મફતભાઈ ભોઈએ ફરિયાદી પાસેથી ₹5 લાખની લાંચ (Bribe)સ્વીકારી હતી

Gujarat Ahmedabad
અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં લાંચ (Bribe) લેવાના ગંભીર મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ (ACB Trap)ગોઠવી મોટી કાર્યવાહી કરી છે

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં લાંચ (Bribe) લેવાના ગંભીર મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ (ACB Trap)ગોઠવી મોટી કાર્યવાહી કરી છે. અરજીની તપાસ દરમિયાન ફરિયાદી સામે ગુનો દાખલ ન કરવા બદલ પ્રથમ ₹10 લાખની લાંચ (Bribe) માંગવામાં આવી હતી. બાદમાં રકઝક બાદ ₹5 લાખમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો.

ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ખેડા ACB પોલીસ સ્ટેશન, નડિયાદનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ પંચ સાક્ષીઓની હાજરીમાં 26 જૂન, 2026ના રોજ ટ્રેપ ગોઠવ્યો હતો.

સ્પીકર ફોન પર વાત કરીને લાંચ (Bribe) ની રકમ મળી ગયાની જાણ કરી હતી

ટ્રેપ દરમિયાન બોપલ પોલીસ સ્ટેશનના શીલજ બીટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર મફતભાઈ ભોઈ (Dilipkumar Bhoi)એ ફરિયાદી પાસેથી ₹5 લાખની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકાર્યા બાદ તેણે પોતાના મોબાઇલ ફોન પરથી બોપલ પોલીસ સ્ટેશનના PSI પ્રિતલબેન જશુભાઈ ચૌધરી (Pritalben Chaudhary)ને સ્પીકર ફોન પર વાત કરીને રકમ મળી ગયાની જાણ કરી હતી. ACBના જણાવ્યા મુજબ PSIએ પણ તેની સંમતિ આપી હતી.

ACBની ટીમે સ્થળ પરથી હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ભોઈને રંગેહાથ ઝડપી લીધો હતો અને તેની પાસેથી ₹5 લાખની સંપૂર્ણ લાંચ ની રકમ જપ્ત કરી હતી. જોકે PSI પ્રિતલબેન ચૌધરી સ્થળ પર મળી આવ્યા નહોતા.

પ્રાથમિક તપાસમાં બંને સરકારી કર્મચારીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચની માંગણી અને સ્વીકાર કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ACB દ્વારા બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા