Not Set/ એગ્રેસીવ કેન્સરની સારવાર શક્ય છે, આ રીતે

અમદાવાદ, બ્રેસ્ટ કેન્સરની સારવારમાં અમેરિકી વૈજ્ઞાનિકોએ એક નવી સફળતા હાંસલ કરી લીધી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ખરાબ રીતે ફેલાઇ ચુકેલા બ્રેસ્ટ કેન્સરને પણ ડ્રગ કોમ્બિનેશનની સાથે ડોક્સોરયુબિસીન અને સાઇક્લોફોસ્ફૈમાઇડ કિમોથેરાપી મારફતે રોગીને રાહત મળી શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેન્સાસ કેન્સર સેન્ટરના તબીબ ડોક્ટર પ્રિયંકા શર્મા અને તેમની ટીમ દ્વારા 20 વર્ષ જુના […]

Health & Fitness Lifestyle
bwb એગ્રેસીવ કેન્સરની સારવાર શક્ય છે, આ રીતે

અમદાવાદ,

બ્રેસ્ટ કેન્સરની સારવારમાં અમેરિકી વૈજ્ઞાનિકોએ એક નવી સફળતા હાંસલ કરી લીધી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ખરાબ રીતે ફેલાઇ ચુકેલા બ્રેસ્ટ કેન્સરને પણ ડ્રગ કોમ્બિનેશનની સાથે ડોક્સોરયુબિસીન અને સાઇક્લોફોસ્ફૈમાઇડ કિમોથેરાપી મારફતે રોગીને રાહત મળી શકે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેન્સાસ કેન્સર સેન્ટરના તબીબ ડોક્ટર પ્રિયંકા શર્મા અને તેમની ટીમ દ્વારા 20 વર્ષ જુના ટ્યુમર પર આ ખાસ શોધ કર્યા બાદ તેના તારણ જારી કર્યા છે. જેમાં જાણવા મળ્યુ છે કે જુના ટિશ્યુમાં આ દવા વધારે સારી રીતે કામ કરે છે. 25 ટકા  વધારે ખતરનાક ટ્યુમરને પણ અથવા તો બ્રેસ્ટ કેન્સરને પણ આના કારણે ઠીક કરી શકાય છે.

શોધમાં જાણવા મળ્યુ છે કે 67 ટકા ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરથી ગ્રસ્ત દર્દી પણ આના કારણે રિકવર થઇ શકે છે. આ રિસર્ચ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ઓનોલ્સ ઓફ ઓન્કોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. એગ્રેસિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર પણ શક્ય છે તે બાબત હવે સાબિત થતા તમામ દર્દીઓને મોટી રાહત થઇ શકે છે.

જુદા જુદા કારણોસર બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે.

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગર્ભનિરોધક ગોળીઓથી મહિલાઓને સ્તન અને ગર્ભાશય સાથે સંબંધિત કેન્સર થવાનો ખતરો વધી જાય છે. ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટી (એએમયુ) દ્વારા તાજેતરમાં જ જારી કરવામાં આવેલા એક આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ઇન્જેક્શન મારફતે આપવામાં આવતી દવા અને ગર્ભનિરોધક ગોળીઓ પર જાહાનીસબર્ગ સ્થિત નેશનલ હેલ્થ લેબોરેટરી સર્વિસના માર્ગારેટ અર્બન અને એએનયુના એમીલી બેંક્સના નેતૃત્વમાં નિષ્ણાંતોની એક ટીમે અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરી હતી.

અભ્યાસ બાદ જાણવા મળ્યું કે, ગર્ભનિરોધક દવાઓથી મહિલાઓમાં સ્તન કેન્સરનો ખતરો વધારે રહે છે. બેંક્સના જણાવ્યા મુજબ અભ્યાસના પૂર્વ તારણોના આધાર પર ઘણી બાબતો સપાટી ઉપર આવી છે. આમા જાણવા મળ્યું છે કે ગર્ભનિરોધક ગોળીઓ લેનાર મહિલાઓને કેન્સરનો અસ્થાઈ ખતરો રહે છે. તેમને એમ પણ કહ્યું છે કે અભ્યાસના જુદા જુદા તારણોને પણ આમા ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આમા જાણવા મળ્યું છે કે ઇન્જેક્શન મારફતે આપવામાં આવતા હારમોન આધારિત ગર્ભનિરોધક પણ આવી જ રીતે કેન્સરનો ખતરો વધારે છે જેવી રીતે ખતરો ગર્ભનિરોધક દવાઓથી થાય છે. હકીકતમાં સમયની સાથે સાથે બદલાવની જરૂર ઊભી થઈ છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ક્યારેય પણ આ પ્રકારની દવાઓનો ઉપયોગ નહીં કરનાર મહિલાઓની સરખામણીમાં ઇંજેક્શન અથવા તો ગર્ભનિરોધક દવાઓ લેનાર મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાની સંભાવના 1.7 ગણી વધી જાય છે. જ્યારે ગર્ભાશય સાથે સંબંધિત કેન્સરની શક્યતા 1.4 ગણી વધી જાય છે.