Not Set/ ગાંધીનગર મનપાની ચૂંટણી વિવાદનો મામલો, સોમવારે હાઇકોર્ટ આપી શકે છે ચુકાદો

ગાંધીનગર, ગત 5મી નવેમ્બરે યોજાયેલી ગાંધીનગર મનપાની ચૂંટણી સામે હાઈકોર્ટમાં પિટીશન કરાતા હાઈકોર્ટે પરિણામો સીલ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે આજે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરના કોંગ્રેસ કાઉન્સિલર અંકિત બારોટે હાઇકોર્ટમાં પીટીશન કરીને ગાંધીનગરની મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણીરદ્દ કરવાની પીટીશન કરી હતી. આ અરજીની અરજન્ટ સુનાવણી હાથ ધરવા પણ અંકિત […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 171 ગાંધીનગર મનપાની ચૂંટણી વિવાદનો મામલો, સોમવારે હાઇકોર્ટ આપી શકે છે ચુકાદો

ગાંધીનગર,

ગત 5મી નવેમ્બરે યોજાયેલી ગાંધીનગર મનપાની ચૂંટણી સામે હાઈકોર્ટમાં પિટીશન કરાતા હાઈકોર્ટે પરિણામો સીલ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે આજે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરના કોંગ્રેસ કાઉન્સિલર અંકિત બારોટે હાઇકોર્ટમાં પીટીશન કરીને ગાંધીનગરની મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણીરદ્દ કરવાની પીટીશન કરી હતી.

આ અરજીની અરજન્ટ સુનાવણી હાથ ધરવા પણ અંકિત બારોટ તરફથી વિનંતી કરાઇ હતી. જો કેહાઇકોર્ટે કેસની સુનાવણી આજે શુક્રવારે  મુકરર કરી હતી.

હાઇકોર્ટમાં થયેલી આ રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી કેટલાક ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જેમાં કોર્ટના હુકમનું મનઘડંત અર્થઘટન કરી સત્તાવાળાઓ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

એટલું જ નહીચૂંટણી ટાણે જ કોંગ્રેસ પક્ષના એક કાઉન્સિલરનું અપહરણ થયું હોય એવા સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયા ન થઈ શકેતે પ્રસ્થાપિત હોવા છતાં ચૂંટણીની કાર્યવાહી કરવામાં આવી છે. આ સંજાગોમાં અપહ્યત કાઉન્સિલરનો મત ગણીને નવેસરથી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

જેમાં સામા પક્ષના વકીલ સી.બી.ઉપાદ્યાય રજૂઆત કરી હતી કે અરજદાર એક કાઉન્સિલર છે અને ડિસ્ક્વોલિફાયની અરજીમાં તેવી માહિતી નથી અને કાયદાકીય રીતે કોઈ પણ અધિકાર નથી કે તેવી અરજી કરી શકે.

સામા પક્ષના વકીલે કહ્યુ હતુ કે, ચૂંટણીમાં હારી જવાના ડરે અરજદારે અરજી કરી છે. કોર્ટે જે તે સમયના ચૂંટણી અધિકારીને સાંભળવા માટે હાઈકોર્ટને હુકમ કર્યો છે અને સોમવારે જેતે અધિકારીઓને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો જાહેર કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.