મુંબઈ
‘ભાભીજીના ઘર પર હૈ’ ના ફ્રેન્ડસ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. જી. હા, અંગુરી ભાભી એટલે કે સુભાંગી અત્રેનું અપહરણ થવાનું છે. આ અપહરણ શોમાં નવા ટ્વિસ્ટ સાથે આવવાનું છે.
પરંતુ આ ટ્વિસ્ટમાં અક્ષય કુમારનું નામ ઉમેરાયું છે. આગામી એપિસોડમાં, એક અજબનું વિચિત્ર જીવન જે અર્ધ માનવ અને અર્ધ પ્રાણી છે શોમાં પ્રવેશ કરશે. આ જ અજીબ રીતે જોવા મળનારું આ પાત્ર આંગુરી ભાભીનું અપહરણ કરશે.
આ કિસ્સામાં અંગુરી ભાભીને બચાવવા માટે આ શોમાં ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારની એન્ટ્રી થશે. આ શોમાં અક્ષય પોતાની આગામી ફિલ્મ ગોલ્ડનો પ્રચાર કરતા નજરે પડશે. આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે.
અક્ષય આ દિવસોમાં મૌની રોય સાથે પોતાની ફિલ્મ ‘ગોલ્ડ’નું પ્રમોશન કરી રહ્યા છે. જો કે, એ જોવાનું રસપ્રદ રહેશે કે અક્ષય કુમાર દ્વારા અંગુરી ભાભીને આ પ્રાણીમાંથી બચાવવામાં આવશે કે નહીં. બીજી બાજુ એ જોવાનું રસપ્રદ રહેશે કે તેઓનું શોમાં આવવું એ ટીઆરપીમાં કેટલો વધારો કરશે.