Not Set/ ટીમ ઈંન્ડિયાની વિશ્વકપ સેમીફાઈનલમાં હાર બાદ PM મોદીએ Tweet કરી આપી પ્રતિક્રિયા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ભારતને હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. જેને લઇને ભારતીય ક્રિકેટ ફેન્સ ઘણા નિરાશ થઇ ગયા હતા. જો કે એક સમયે આસાનીથી ન્યૂઝીલેન્ડ મેચને જીતી જશે તે સ્થિતિમાંથી બહાર આવી જાડેજા અને ધોનીએ ફેન્સને ભારતની જીતની આશાને જીવંત કરી હતી. પરંતુ અંતે જાડેજા અને ધોનીનાં આઉટ થયા […]

Top Stories Sports
team india loss ટીમ ઈંન્ડિયાની વિશ્વકપ સેમીફાઈનલમાં હાર બાદ PM મોદીએ Tweet કરી આપી પ્રતિક્રિયા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ભારતને હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. જેને લઇને ભારતીય ક્રિકેટ ફેન્સ ઘણા નિરાશ થઇ ગયા હતા. જો કે એક સમયે આસાનીથી ન્યૂઝીલેન્ડ મેચને જીતી જશે તે સ્થિતિમાંથી બહાર આવી જાડેજા અને ધોનીએ ફેન્સને ભારતની જીતની આશાને જીવંત કરી હતી. પરંતુ અંતે જાડેજા અને ધોનીનાં આઉટ થયા બાદ ભારતીય ટીમને 18 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ દ્વારા જબરદસ્ત ફાઇટ આપ્યા બાદ હાર મળવાથી નિરાશ થયેલા ફેન્સ અને ખેલાડીઓ માટે PM મોદીએ Tweet કરી એક સંદેશ આપ્યો હતો.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ટીમ ઇન્ડિયાની હાર પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, એક નિરાશાજનક પરિણામ, પરંતુ અંત સુધી ટીમ ઈંન્ડિયાનાં ફાઇટીંગ સ્પિરિટને જોઇને સારું લાગ્યુ. ભારતે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ કરી, બોલિંગ કરી, ફીલ્ડિંગ કરી, જેના પર અમને ઘણો ગર્વ છે. જીત અને હાર જીવનનો એક ભાગ છે. ટીમને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી વિશ્વકપ -2015 નાં પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળ્યા બાદ કીવી બોલરોની પ્રશંસા કરી અને કહ્યું કે, તે હંમેશા ભારતને દબાણમાં રાખે છે. ન્યૂઝીલેન્ડએ ભારત સામે 240 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ વરસાદને કારણે સેમીફાઇનલમાં, ભારત 49.3 ઓવરમાં 221 રન પર ઓલ આઉટ થઈ ગયું હતું અને મેચ 18 રનથી હારી ગયું હતું.

ભારતને મેચમાં મળેલી હાર બાદ, કોહલીએ કહ્યું, “આ જીતનો ક્રેડિટ ન્યૂઝીલેન્ડનાં બોલરોને જાય છે. તેમણે નવા બોલ સાથે સારી બોલિંગ કરી હતી. મને લાગે છે કે આ કિવી ટીમનાં બોલરોની શ્રેષ્ઠ લાયકાતનું ઉદાહરણ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન