આજે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સુરતના અતિથિ બન્યા હતા અને ચુનિંદા ઉદ્યોગપતિઓ, આગેવાનો સાથે સંવાદ યોજાયો હતો. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે જણાવ્યું હતું કે, જીએસટીથી ટેક્સ ટેરરિઝમ આવ્યું છે. ત્યારબાદ હોટલ તાજ ગેટવે ખાતે મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જીએસટીએ સારો આઈડિયા છે. કોંગ્રેસ પાર્ટી તેમને સપોર્ટ આપે છે.પણ જીએસટીને યોગ્ય રીતે લાગું નથી કરાયો.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, આનંદ શર્મા બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હવે જીએસટી મામલે સુરતની મુલાકાતે આવ્યા છે. અગ્રણી ઉદ્યોગપતિઓના સંગઠનો, ટેક્સટાઈલ વેપારીઓ, વિવર્સ, હીરા ઉદ્યોગકારો તથા કોંગ્રેસના વેપારી કાર્યકર્તાઓ સાથે સિટીલાઈટના સાયન્સ સેન્ટરમાં સંવાદ યોજ્યો હતો. જેમાં જીએસટી અંગે ચર્ચા કરવામાં આવી છે. અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે જણાવ્યું હતું કે, જીએસટીથી ટેક્સ ટેરરિઝમ આવ્યું છે. જીએસટીના કારણે 31 હજાર કારીગરોને રોજગારી ગુમાવવી પડી છે. જીએસટીના અમલને 5 મહિના વીતી ચૂક્યા છે તેમ છતાં હજુયે કાપડ બજારની ગાડી પાટે ચઢી નથી. વારંવાર જીએસટી સરળીકરણની રજૂઆત કરવા દિલ્હી સુધી પહોંચી ગયેલા ટેક્સટાઇલ સાથે સંકળાયેલા મોટા એસોસિએશનો ઉપરાંત ટેક્સટાઇલ અગ્રણીઓ અને સુરતના વેપારીઓ સાથે મિટિંગ કરવા આવી રહેલા પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કાર્યક્રમ અંગે જાણ નહીં હોવાનું સામે આવ્યું હતું.
