ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસી(APMC)ના પૂર્વ ચેરમેન નારાયણ પટેલે આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ઊંઝા માર્કેટ કમિટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં જણાવ્યું કે, નકલી જીરા અને ભેળસેળવાળી વરિયાળીનો કારોબાર મહેસાણા થી લઈને ગાંધીનગર સુધી ચાલતો હોવાનું લાગે છે. તેમનું કહેવું છે કે, તમામ જવાબદારોની મિલીભગતથી જ ભેળસેળિયા બેફામ બન્યા છે અને પકડાયેલા નકલી માલનો ક્યારેય નાશ કરવામાં આવતો નથી.
બીજી તરફ, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે સમગ્ર સમાજને જવાબદાર ઠેરવ્યો છે. તેમનું કહેવું છે કે, નકલી જીરા બનાવનારા પોતાના સ્વાર્થ માટે આ કામ કરે છે અને આવી પ્રવૃત્તિને રોકવી જોઈએ.
સ્થાનિક પીઢ નેતાઓના અથાગ પ્રયાસો છતાં નકલી જીરાનો કારોબાર બંધ થતો નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કોણ જવાબદાર છે તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે.
આ પણ વાંચો: ઊંઝા APMCની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ, BJP એ ધારાસભ્ય અને પૂર્વ વાઈસ ચેરમેનને મેન્ડેડ ના આપ્યું
આ પણ વાંચો: મહેસાણાના ઊંઝામાં નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ
આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી
