Not Set/ અમેરિકામાં એક ચોર કોઈ ગાડી કે ડાયમંડની નહિ પણ “વિમાન”ની ચોરી કરવામાં રહ્યો સફળ, પછી શું થયું, વાંચો

વોશિંગ્ટન, તમે અત્યારસુધી કોઈ એવા ચોર વિષે માહિતી મળી હશે કે તેને કોઈ મોટરસાયકલની કે ગાડીની ચોરી કરી હોય કે કોઈ ડાયમંડ-જ્વેલરીની ચોરી કરી હશે. પરંતુ આ વચ્ચે અમેરિકાના વોશિંગ્ટનમાં એક ચોરે એ પ્રકારે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, તે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ શકો છો. હકીકતમાં, અમેરિકાના વોશિંગ્ટનમાં એક ચોરે અલાસ્કા એરલાઇન્સનું એક વિમાનની […]

Top Stories World Trending

વોશિંગ્ટન,

તમે અત્યારસુધી કોઈ એવા ચોર વિષે માહિતી મળી હશે કે તેને કોઈ મોટરસાયકલની કે ગાડીની ચોરી કરી હોય કે કોઈ ડાયમંડ-જ્વેલરીની ચોરી કરી હશે. પરંતુ આ વચ્ચે અમેરિકાના વોશિંગ્ટનમાં એક ચોરે એ પ્રકારે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, તે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ શકો છો.

હકીકતમાં, અમેરિકાના વોશિંગ્ટનમાં એક ચોરે અલાસ્કા એરલાઇન્સનું એક વિમાનની ચોરી કરીને તેને આકાશમાં ઉડાવ્યું હતું અને ત્યારબાદ તે ક્રેશ થઇ ગયું છે. આ વાત પહેલા તબક્કે તમને તદ્દન ખોટી લાગી શકે છે, પરંતુ મીડિયા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, શંકાસ્પદ ચોર પાઈલોટે એક પેસેન્જર જેટ વિમાન Horizon Air Q400 સાથે સિએટલ-ટકોમા એરપોર્ટથી અમેરિકી સમય અનુસાર શુક્રવાર રાત્રે ૮ વાગ્યે ઉડાન ભરી હતી.

અલાસ્કા એયરલાઈન્સ અને એરપોર્ટ અધિકારીઓ દ્વારા ઘટના અંગેની પૃષ્ટિ કરવામાં આવી છે. તેઓના જણાવ્યા અનુસાર, આ પ્લેનમાં પાઈલોટ સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હતા.

બીજી બાજુ ફેડરલ એવિએશન પ્રશાસન દ્વારા ઘટના સામે આવ્યા બાદ તરત જ એલર્ટ જાહેર કર્યું છે.

https://twitter.com/coolcam101/status/1028148777964584960

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વિના કોઈ પરવાનગી વગર ઉડાન ભર્યા બાદ આ વિમાન વોશિંગ્ટન ડીસીના સમીપ પિયર્સ કાઉન્ટી સ્ટેટના કેટ્રોન દ્વીપ પર ક્રેશ થઇ ગયું હતું. આ વિમાન ક્રેશ થવા અંગેનું કારણ સામે આવી શક્યું નથી, પરંતુ અધિકારી તેને આતંકી ઘટના બતાવી રહ્યા છે.

જો કે આ પાઈલોટ ચોરની ઓળખ કરવામાં આવી ચુકી છે. ૨૯ વર્ષીય પાઈલોટ અમેરિકાના પિયર્સ કાઉન્ટી સ્ટેટનો રહેવાસી છે, પરંતુ તેના નામ અંગે કોઈ ઘોષણા કરવામાં આવી નથી. કેટલાક સોશિયલ મીડિયાના સૂત્રો અનુસાર, આ પાઈલોટ એરલાઇન્સનો મિકેનિક છે.