પશ્ચિમ બંગાળ અને આસામમાં એક બાજુ બીજા રાઉન્ડનું વોટિંગ ચાલી રહ્યું છે તો બીજી બાજુ રાજકીય હુમલા પણ થઇ રહ્યા છે. પીએમ મોદીએ આજે જયનગરમાં ક રેલીને સંબોધિત કરી હતી જેને લઇને મમતા બેનર્જીએ સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે મતદાનના દિવસે જ છેવટે પીએમ મોદી કેમ રેલી કરે છે. આ મતદાતાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે અને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આ પહેલા મમતા બેનર્જીએ નંદીગ્રામના એક પોલિંગ બૂથ પર પહોંચીને રાજયપાલ જગદીપ ધનખડને ફોન કર્યો.
પોતાના સમર્થકોની સામે જ ગર્વનર સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે તે સ્થાનિક લોકોને વોટ નથી નાંખવાથી રોકી રહ્યા છે. હું સવારથી આ ક્ષેત્રમાં છું. હવે હું આપને અપીલ કરી રહી છું. કૃપયા હસ્તક્ષેપ કરો. પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના બીજા રાઉન્ડમાં પણ લોકો મોટી સંખ્યામાં મતદાન માટે નીકળી રહ્યા છે. દરમિયાન ટીએમસી કાર્યકર્તાઓની ફરિયાદ પર બંગાળની સીએમ મમતા બેનર્જી જાતે એક પોલિંગ બૂથ પર પહોંચી ગયા હતા.
ટીએમસીના કાર્યકરોનો આક્ષેપ હતો કે તેમને રોકવામાં આવી રહ્યા છે. જેને લઇને મમતાએ પોલિંગ ઓફિસરો સાથે વાત કરી છે. ત્યાર બાદ તેમણે સીધો જગદીપ ધનખડને ફોન લગાવ્યો અને કહ્યું કે તમે આ કેસને જુઓ. પશ્ચિમ બંગાળનું નંદીગ્રામ મમતા બેનર્જી માટે કેટલું મહત્વનું છે, એનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે મમતા બેનર્જી આજે દિવસભર વૉર રૂમમાં રહેશે. હાઇપ્રોફાઇલ નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી સામે તેમના જ જુના શિષ્ય શુભેન્દુ અધિકારી મેદાનમાં છે.
