New Delhi/ ભારતમાં ટ્રાફિક જામથી દર વર્ષે 3.45 લાખ કરોડનું ફ્યૂઅલ બરબાદ! બેંગ્લોર સૌથી ખરાબ સ્થિતિમાં

ભારતમાં ટ્રાફિક જામ (India Traffic Jam) હવે માત્ર સમયની નહીં પરંતુ અર્થતંત્ર અને ફ્યૂઅલની પણ મોટી સમસ્યા બની ગઈ છે. અહેવાલ મુજબ દેશના લોકો દર વર્ષે માત્ર ટ્રાફિકમાં જ અંદાજે 3.45 લાખ કરોડ રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ બરબાદ કરે છે.

Top Stories India Breaking News
India Traffic Jam: ભારતને પહોંચાડ્યો લાખો કરોડનો ઝટકો

New Delhi: ભારતમાં વધતા ટ્રાફિક જામ (India Traffic Jam) હવે માત્ર મુસાફરીની મુશ્કેલી નહીં પરંતુ દેશના અર્થતંત્ર માટે પણ મોટો પડકાર બની ગયા છે. તાજેતરના અહેવાલો મુજબ ભારતીયો દર વર્ષે માત્ર ટ્રાફિકમાં ફસાઈને અંદાજે 3.45 લાખ કરોડ રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel) વેડફી નાખે છે. દેશના મોટા શહેરોમાં આ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

ચાર મહાનગરોમાં જ 1.50 લાખ કરોડનું ફ્યૂઅલ બરબાદ

અહેવાલ મુજબ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગ્લોર જેવા ચાર મોટા શહેરોમાં ટ્રાફિક જામ (India Traffic Jam)ના કારણે દર વર્ષે લગભગ 1.50 લાખ કરોડ રૂપિયાનું ફ્યૂઅલ વેડફાઈ જાય છે. લોકો રોજિંદા ઓફિસ સમય દરમિયાન લાંબા ટ્રાફિકમાં અટવાઈ જતા પેટ્રોલ અને ડીઝલનો ભારે બગાડ થાય છે.

બેંગ્લોરમાં સૌથી ખરાબ સ્થિતિ

ટ્રાફિક સમસ્યામાં બેંગ્લોર દેશનું સૌથી ખરાબ શહેર માનવામાં આવે છે. અહીં લોકો દર વર્ષે અંદાજે 19 હજાર કરોડ રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ટ્રાફિકમાં જ વેડફી નાખે છે. માત્ર 10 કિલોમીટરની યાત્રામાં જ લોકોને 45 રૂપિયાનું વધારાનું ફ્યૂઅલ ખર્ચવું પડે છે. પુણેમાં દર વર્ષે લગભગ 17 હજાર કરોડ, કોલકાતામાં 15,500 કરોડ, મુંબઈમાં 14,500 કરોડ અને દિલ્હીમાં અંદાજે 12 હજાર કરોડ રૂપિયાનું ફ્યૂઅલ ટ્રાફિકમાં વેડફાતું હોવાનું અભ્યાસમાં જણાવાયું છે.

India Traffic Jam: દરરોજ 960 કરોડનું ફ્યૂઅલ બળી જાય છે

અહેવાલ અનુસાર ભારતમાં લોકો દરરોજ ટ્રાફિક (India Traffic Jam)માં ફસાઈને અંદાજે 960 કરોડ રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ બરબાદ કરે છે. તેમાં લગભગ 40 ટકા ફ્યૂઅલનો વ્યય માત્ર ચાર મહાનગરોમાં જ થાય છે.

એશિયાના સૌથી ખરાબ ટ્રાફિક શહેરોમાં ભારત આગળ

ટ્રાફિક ઈન્ડેક્સ મુજબ એશિયાના સૌથી વધુ ટ્રાફિક જામ ધરાવતા ટોચના 10 શહેરોમાં ભારતના 6 શહેરો સામેલ છે. બેંગ્લોર એશિયામાં પ્રથમ અને દુનિયામાં બીજા ક્રમે આવે છે, જ્યારે પુણે પાંચમા અને દિલ્હી સાતમા ક્રમે છે.

સરકાર અને પ્રજા બંને જવાબદાર?

જાણકારોના મત મુજબ દેશમાં ટ્રાફિક સમસ્યાઓ માટે સરકાર અને પ્રજા બંને જવાબદાર છે. શહેરોમાં યોગ્ય ટ્રાફિક આયોજનનો અભાવ, સતત ખોદકામ, અયોગ્ય ડાયવર્ઝન અને ખોટી સિગ્નલ વ્યવસ્થાના કારણે ટ્રાફિક વધુ ગંભીર બને છે. બીજી તરફ લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું અને સિગ્નલ પર વાહન બંધ ન કરવું પણ ફ્યૂઅલના વેડફાટમાં વધારો કરે છે.

ક્રૂડ ઓઈલ આયાત પર પણ ભારે બોજ

પેટ્રોલિયમ મંત્રાલય (Ministry of Petroleum)ના આંકડા મુજબ ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 88 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે, જેના માટે લાખો કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં ટ્રાફિક (India Traffic Jam)માં થતો ફ્યૂઅલનો બગાડ દેશની અર્થવ્યવસ્થા માટે ગંભીર ચિંતા બની રહ્યો છે.


આ પણ વાંચો:ગાંધીનગરમાં ટ્રાફિક સિગ્નલ થશે સ્માર્ટ, AI સેન્સરથી વાહનોની ગણતરી થશે

આ પણ વાંચો:અમદાવાદ બનશે સ્માર્ટ મોબિલિટીનું હબ, Google સાથે AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત

આ પણ વાંચો:અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ, ₹36 હજારનો દંડ વસૂલાયો