Not Set/ ચોમાસાની સીઝનમાં મચ્છરોનો ઉપદ્રવ, હિમાલયા મોલમાં મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા

અમદાવાદ, શહેરમાં મચ્છર જન્ય રોગોમાં એકા-એક વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુન્સીપાલ કોર્પોરેશન દ્વારા  શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ચેકીંગ હાથધરી હતી. શહેરમાં આવેલા મોલ, મલ્ટિપ્લેક્સ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ તેમજ શાળાઓ અને કોલેજોમાં જઈને એ.એમ.સીના  અધિકારીઓએ મચ્છર બ્રિડીંગની તપાસ હાથધરી હતી. તપાસ દરમિયાન એકજ દિવસમાં અનેક જગ્યાઓએ મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા. શહેરના સરખેજ વિસ્તારમાં 2 […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

શહેરમાં મચ્છર જન્ય રોગોમાં એકા-એક વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુન્સીપાલ કોર્પોરેશન દ્વારા  શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ચેકીંગ હાથધરી હતી. શહેરમાં આવેલા મોલ, મલ્ટિપ્લેક્સ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ તેમજ શાળાઓ અને કોલેજોમાં જઈને એ.એમ.સીના  અધિકારીઓએ મચ્છર બ્રિડીંગની તપાસ હાથધરી હતી.

તપાસ દરમિયાન એકજ દિવસમાં અનેક જગ્યાઓએ મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા. શહેરના સરખેજ વિસ્તારમાં 2 કન્સ્ટ્રકશન સાઈટને સીલ કરી દેવામાં આવી જયારે અન્ય 2 થી 3 જેટલી સાઇટોને 10,000 રૂપિયાનો દંડ ફટકારાઇ હતી..

શહેરના જાણીતા એવા હિમાલયા મોલમાં પણ મચ્છરના બ્રિડીંગ મળી આવતા 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો..ઉલ્લેખનીય છે કે ચોમાસાની સીઝનમાં મચ્છરોનો ઉપદ્વવ વધુ જોવા મળતા હોય છે.

જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝેરી મેલેરિયા જેવા રોગોમાં વધારો થતો હોય છે. જેથી આવા રોગો પર કાબુ મેળવવા માટે એ.એમ.સી દ્વારા ચેકીંગ કરી કડક કાર્ય કરી હતી.