- 6 શખ્સોએ વેપારીનું કારમાં અપહરણ કર્યું
- અપહરણ કરી 5 કરોડની માંગણી
- હપ્તેથી રકમ ચુકવવાનું નક્કી થતાં વેપારી મુક્ત
- પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ આરોપીઓ ફરાર
- આરોપીને પકડવા પોલીસની શોધખોળ ચાલુ
આણંદ જીલ્લાના તારાપુર ખાતેથી એક શખ્સે દેવું થઈ જતાં પૈસાની વ્યવસ્થા માટે બહુ વિચિત્ર પ્લાન બનાવ્યો હતો. અને પોતાના પ્લાનમાં પોતેજ આરોપી બની બેઠા છે. પાંચ શખ્સો સાથે મળીને સિમેન્ટ લેવાના બહાને વેપારીને તેમના જ ગોડાઉન પર સોમવારે રાત્રિના બોલાવી ત્યાંથી કારમાં અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ અપહૃત વેપારીપાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. અને વેપારી અને તેના દીકરાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુર પાસે મહાવીર સોસાયટીમાં રહેતા 43 વર્ષીય નિલેશભાઈ કાન્તિભાઈ પટેલ એન.કે.સ્ટીલ નામથી બિલ્ડીંગ મટીરીયલનો વેપાર ધંધો કરે છે. દુકાનના કમ્પાઉન્ડમાં જ તેઓનું મકાન આવેલું છે.
તેમની દુકાને મહીયારી ગામના દિલજીતસિંહ ઈન્દુભા ચૌહાણ અવારનવાર સિમેન્ટ તેમજ સળિયાનો માલ લેવા આવતા હતા. સોમવારે સવારે તેઓ તેમની દુકાને સિમેન્ટ લેવા ગયા હતા. સાંજે તેમને ફરી ફોન કરી નીલેશ્ભૈને વધુ સિમેન્ટ જોઈતો હોવાણી માંગણી કરી હતી. અને દુકાન પર બોલાવ્યા હતા.
દિલજીતસિંહેને માલ આપવા માટે તેઓ દુકાની પાછળ આવેલા ગોડાઉન માં ગયા હતા. દુકાનની પાછળ આવેલા ગોડાઉનમાં નિલેશભાઈ તેમજ દિલજીતસિંહ ચૌહાણ અને તેની સાથેના અન્ય પાંચ માણસો કે જેઓ સફેદ રંગની કારમાં બેઠા હતા તેમણે નિલેશભાઈને ઘેરી લીધા હતા. અને ગાળો બોલવા લાગ્યા હતા.
દરમિયાન દિલજીતસિંહે છરો લઈ નિલેશભાઈ પટેલના પેટે અડાડી તેમનું મોંઢુ દબાવી બોલેરો ગાડીમાં બેસાડી દીધા હતા અને મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. તેમને લઈને તે લોકો મહીયારી ગામ બાજુ લઈ ગયા હતા. જ્યાં તેમણે તેમની પાસેથી રૂપિયા પાંચ કરોડની ખંડણીની માંગણી કરી હતી અને તેના પિતાને ફોન કરવા કહ્યું હતું.
નિલેશભાઈએ આટલી મોટી રકમની વ્યવસ્થા નહિ થઇ શકે તેમ જણાવતા તેમના પુત્રને તેમજ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તો નીલેશભાઈએ 20 લાખની વ્યવસ્થાની તૈયારી પણ બતાવી હતી.
અને તે પણ હપ્તેથી આપવાની વાત કરી હતી. અને વેપારીએ સિફ્તપૂર્વક તેમનાથી માત્ર પાંચ લાખ થઈ શકશે તેમ જણાવ્યું હતું. પછી બાકીના રૂપિયા પંદર લાખ ત્રણ હપ્તામાં આપવાની વાત કરી હતી. આવી શરતો કરી તેમને તારાપુરના નીશા પાર્ટી પ્લોટ ખાતે છોડી મુક્ત કરવામાં આવ્યા હતા.
ડરી ગયેલા વેપારીએ સમગ્ર હકીકત ઘરે પહોંચતાની સાથે જ પોતાના પરિવારજનોને જણાવી હતી. નીલેશભાઈએ મહિયારીના દિલજીતસિંહે સહિત અન્ય પાંચથી છ જણાં વિરૂદ્ધ તારાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
