Not Set/ રાજ્ય સરકારની મોટી જાહેરાત, માછીમારો માટે રૂ.105 કરોડનું રાહત પેકેજ કર્યુ જાહેર

રાજ્યમાં થોડા દિવસો પહેલા આવેલા તાઉતે વાવાઝોડાથી ઘણા વિસ્તારોમાં મોટુ નુકસાન થયુ છે. જેમા ખાસ કરીને માછીમારોની વાત કરીએ તો તેમને ઘણુ નુકસાન થયુ હોવાનુ સામે આવ્યુ હતુ.

Top Stories Trending
  • માછીમારો માટે રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર
  • રાજ્યનાં માછીમારો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
  • કોર કમિટીની બેઠકમાં મંજૂર કરાયું પેકેજ
  • ઇતિહાસમાં પ્રથમ વખત 105 કરોડનું રાહત પેકેજ
  • બોટ-સાધન સામગ્રી નુકસાન માટે 50 ટકા સુધી રાહત
  • વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે પેકેજ જાહેર

રાજ્યમાં થોડા દિવસો પહેલા આવેલા તાઉતે વાવાઝોડાથી ઘણા વિસ્તારોમાં મોટુ નુકસાન થયુ છે. જેમા ખાસ કરીને માછીમારોની વાત કરીએ તો તેમને ઘણુ નુકસાન થયુ હોવાનુ સામે આવ્યુ હતુ. જેને ધ્યાને લઇને આજે રાજ્યનાં માછીમારો માટે રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી તેમને રાહત આપવાનું કામ કર્યુ છે.

સુનાવણી / મેહુલ ચોકસીની આજે કોર્ટમાં સુનાવણી,આઠ સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી

આપને જણાવી દઇએ કે, અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂઓને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્યનાંમુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂ.105 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ છે. વાવાઝોડાની કુદરતી આફતથી માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુક્સાન સામે રાજ્યનાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, કોર કમિટીની બેઠકમાં આ પેકેજ મંજુર કરાયું છે. આ કોર કમિટીમાં નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલ, ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ. પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશ્નર ડી.પી.દેસાઇ જોડાયા હતા.

જાહેર કરેલા રાહત સહાય પેકેજની મુખ્ય વિશેષતાઓ:-

– બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનનાં 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે

– અંશત નુકસાન પામેલ નાની બોટનાં કિસ્સામાં 50% અથવા રૂ. 35,000 સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે

– નાની બોટ પૂર્ણ નુકસાન પામી હશે તો આવી બોટની કિંમતનાં 50% અથવા રૂ. 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે

– અંશત નુકસાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટનાં કિસ્સામાં તેની કિંમતનાં 50% અથવા રૂ. 2.00 લાખ બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય

વધુ એક સંકટ / ચીને ફરી ચિંતા વધારી, અહી બર્ડ ફ્લૂનાં કોઈ ખાસ સ્ટ્રેનથી માનવીય સંક્રમણનો પહેલો કેસ નોંધાયો

આ ઉપરાંત ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટનાં અશંત નુક્સાનનાં કિસ્સામાં માછીમાર રૂપિયા 5 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે. પૂર્ણ નુકસાન પામેલા ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટનાં કિસ્સામાં તેની કિંમતનાં 50 ટકા અથવા રૂ.5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે. આ ઉપરાંત માછીમાર રૂપિયા 10 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે. ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે. નુકસાન પામેલા બોટનાં ખલાસીઓને જીવન નિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. 2000/-ની સહાય ખલાસીઓનાં ખાતામાં સીધા DBTથી ચૂકવાશે. દરિયાકાંઠાનાં જાફરાબાદ-નવાબંદર-સૈયદ રાજપરા-શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા માળખાકીય નુકસાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં રૂ. 80 કરોડનો ખર્ચ થશે.