સુનાવણી/ મેહુલ ચોકસીની આજે કોર્ટમાં સુનાવણી,આઠ સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી

આજે કોર્ટમાં સુનાવણી મેહુલ ચોકસી પ્રત્યાપર્ણ મામલે

Top Stories

પીએનબીનો કૌભાંડ કરનાર  અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આરોપી અને  ભાગેડુ  મેહુલ ચોક્સીને  ભારત પરત લાવવા માટે આઠ સભ્યોની ટીમે ડોમિનિકામાં પહોંચી  છે.આ ટીમ પુરી તૈયારી સાથે ત્યાં પહોચી છે.આ ટીમમાં સીબીઆઇના, ઇડી અને વિદેશ મંત્રાલયના બે બે અધિકારી ઉપરાંત સીઆરપીએફના બે કંમાન્ડો પણ સામેલ છે.

આ ટીમ કતર એરલાઇન્સના વિમાનથી મેહુલ ચોકસીના વિરૂદ્વ દરેક દસ્તાવેજો લઇને દિલ્હીથી રવાના થયા છે. ચોકસીને પરત લાવવા માટે કોઇ કસર છોડવામાં આવશે નહી,ટીમ પુરી તૈયારી સાથે ડોમિનિકા પહોચી છે. મહેુલ ચોકસીના પ્રત્યાપર્ણની સુનાવણી બે જૂને થવાની છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટીમમાં સીબીઆઈ અને ઇડીના મુંબઈ ઝોનના અધિકારીઓ છે. તેઓને પહેલા દિલ્હી બોલાવવામાં આવ્યા હતા જ્યાં તેમને જરૂરી સૂચનાઓ આપ્યા પછી ડોમિનિકા મોકલવામાં આવ્યા હતા. એન્ટિગુઆ અને બાર્બુડાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને ભારતીય ટીમ સાથે શનિવારે વિશેષ વિમાનના આગમનની પુષ્ટિ કરી હતી.

રેડિયો કાર્યક્રમમાં ગેસ્ટને કહ્યું કે તેમની સમજણ મુજબ મેહુલ ચોક્સી ભારતના મોટા આર્થિક કૌભાંડ કર્યા છે  ચોકસી ભાગેડુ છે તેની પુષ્ટિ કરવા માટે ભારત સરકારે દસ્તાવેજો મોકલ્યા છે.બુધવારે એટલે કે 2 જૂને  કોર્ટ સુનાવણી કરશે ડોમિનિકાની કોર્ટે તેના પ્રત્યાર્પણ પર સ્ટે મુક્યો છે. ભારત સરકાર તેને પાછો  લાવવા માટે ભારે જહેમત કરી રહી છે અને કાયદાનું સામનો કરવામાં આવે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે.ઉલ્લેખનીય છે કે કોર્ટ સુનાવણીમાં શું ફેંસલો કરે છે.