ભારતમાં કોરોનાની બીજી લહેરની રફતાર મંદ પડી રહી છે જે સારા સમાચાર છે.નવા કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોના સંક્રમણના કેસો છેલ્લા ઘણા સમયથી ઘટી રહ્યા છે અને કોરોનાને માત આપીને લોકો સાજા થઇ રહ્યા છે એટલે રિકવરી કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 1.30 લાખ નોંધાયા છે જેની સામે રિકવરીના કેસો 2.30 લાખ થયા છે.
દેશમાં કોરોના બીજી લહેર ઘટી રહી છે આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે કોરોનાની ગતિ મંદ પડી છે અને રિકવરીના કોસો વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા કોરોના 1.30 કેસો નોધાયા છે જયારે રિકવરીના કેસો 2.30 લાખ પર પહોચ્યા છે. અને 24 કલાકમાં એકટિવ કેસો 1 લાખ ઘટ્યા છે.ભારતમાં હવે અકટિવ કેસો 18 લાખની નીચે આવી ગયાં છે.જયારે દેશમાં 19.25 લાખના ટેસ્ટ થયાં છે. મૃત્યુઆંકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3200 થી વધુ લોકોના મોત નિપજ્યા છે.કોરોનાથી મોતની સંખ્યામાં જે પ્રમાણે ઘટાડો હોવો જોઇએ એ નથી. હવે દેશમાં કોરોનાથી મોત થયેલાઓની કુલ સંખ્યા 3.35 લાખ સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા કેસોની ગતિ મંદ પડી છે અને રિકવરીના કેસો વધી રહ્યા છે.લોકો કોરોનાને માત આપીને સાજા થઇ રહ્યા છે.
