રાજ્યમાં ચારે બાજુ વરસાદના તોફાન વચ્ચે પરિવારો પર આફત પણ આવી રહી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદિડા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના પાંચ સભ્યો દબાયા હતા.દીવાલ નીચે દબાતા 3 સગી બહેનોના મોત નીપજ્યા છે. જ્યારે માતા-પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદિડા ગામમાં ભારે વરસાદ પડ્યો હતો.સતત વરસાદના કારણે ગામનું કાચુ મકાન પડી ગયું હતું.નરેન્દ્ર રાજ નામની વ્યક્તિના આ મકાનની દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી જેના કાટમાળ નીચે આખો પરિવાર દબાયો હતો. આ ઘટનામાં 3 માસુમ બાળકીઓના મોત નીપજ્યા છે. જ્યારે માતા-પિતાનો બચાવ થયો છે. તેઓને ભરૂચ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનામાં નરેન્દ્રસિંહ રાજની ત્રણ પુત્રીઓ જિનલ(7 વર્ષ), પીનલ (5 વર્ષ) અને ક્રિષ્ના (2 વર્ષ)ના મોત નિપજ્યા હતા.
નાંદિડા ગામમાં એક જ પરિવારની 3 બાળકનીઓના મોતને પગલે માતમ છવાઇ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
