Not Set/ સાઈટોમેગલો વાયરસનું જોખમ, ગર્ભવતી મહિલા અને બાળકોમાં સંક્રમણની શકયતા

વધુ એક સંક્રમણ સાઈટોમેગલો વાયરસ જોવા મળ્યું છે. જેને ટૂંકમાં CMV કહેવાય છે. આ વાઇરસનો શિકારો અનેક લોકો બની ચૂક્યા છે. તાજેતરમાં જ દિલ્હીમાં કોરોનાના છ દર્દીઓમાં આ વાયરસનું સંક્રમણ હોવાનું સામે આવ્યું હતું.

Top Stories Health & Fitness Trending
saayglo સાઈટોમેગલો વાયરસનું જોખમ, ગર્ભવતી મહિલા અને બાળકોમાં સંક્રમણની શકયતા

ભારત સહિત વિશ્વમાં કોરોના મહામારીની ઊંડી અસર જોવા મળી છે. બીજી લહેરમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે હવે કોરોના કાળમાં હવે સાઈટોમેગલોવાયરસનું જોખમ વર્તાઈ રહ્યું છે.

cvm સાઈટોમેગલો વાયરસનું જોખમ, ગર્ભવતી મહિલા અને બાળકોમાં સંક્રમણની શકયતા

વાયરસ શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે

ગર્ભવતી મહિલામાં સંક્રમણની શકયતા

બાળકોમાં પણ ફેલાવાની સંભાવના

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયા છે. અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે. ત્રીજી લહેર વધુ ભયંકર હશે તેવી ધારણા છે. બીજી લહેરમાં તો બ્લેક ફંગસ સહિતની અનેક આડઅસરો પણ જોવા મળી છે. આ દરમિયાન વધુ એક સંક્રમણ સાઈટોમેગલો વાયરસ જોવા મળ્યું છે. જેને ટૂંકમાં CMV કહેવાય છે. આ વાઇરસનો શિકારો અનેક લોકો બની ચૂક્યા છે. તાજેતરમાં જ દિલ્હીમાં કોરોનાના છ દર્દીઓમાં આ વાયરસનું સંક્રમણ હોવાનું સામે આવ્યું હતું.

આ સામાન્ય રીતનો હર્પીસ વાયરસ છે. આમ તો આ સામાન્ય વાયરસ છે. પરંતુ આ વાયરસના લક્ષણો દેખાતા ન હોવાથી મોટાભાગના લોકો આ વાયરસ અંગે જાણતા નથી. આ વાયરસ શરીરમાં શુપ્ત અવસ્થામાં રહે છે. ગર્ભવતી મહિલાઓ અને જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, તેઓ સામે સ્વાસ્થ્ય સંબંધી પડકારો ઊભા કરે છે. ઘણી વખત સ્થિતિ ગંભીર પણ થઈ શકે છે.આ વાયરસ શરીરમાં દ્રવ્યો દ્વારા ફેલાય છે. લોહી, લાળ, આંસુ સહિતના દ્રવ્યોના સંપર્કમાં આવેલા લોકોમાં ભય ફેલાઈ શકે છે. આ વાયરસ ગર્ભવતી મહિલાઓમાંથી તેમના બાળક સુધી જાય છે.

cvm 1 સાઈટોમેગલો વાયરસનું જોખમ, ગર્ભવતી મહિલા અને બાળકોમાં સંક્રમણની શકયતા

વાયરસ શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહે

ગર્ભવતી મહિલા અને રોગ પ્રતિકાર શક્તિ ઓછા હોય તેવા લોકો સામે પડકાર

વાયરસ શરીરમાં દ્રવ્યો દ્વારા ફેલાય છે

લોહી,લાળ,આંસુ સહિતના દ્રવ્યોનાં સંપર્કમાં આવતા ફેલાય છે વાયરસ

ગર્ભવતી મહિલાઓમાંથી તેમના બાળક સુધી જાય છે

આ વાયરસના લક્ષણો અસરગ્રસ્ત અંગ પર નિર્ભર કરે છે.  તાવ, ઝાડા, પેટના અલ્સર, લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, મોઢામાં ચાંદા, દ્રષ્ટિની તકલીફ, મગજની સોજો તેમજ ગંભીર સંજોગોમાં કોમામાં પણ સરકી શકે છે. ઉપરાંત એક કાનમાં બહેરાશ પણ આવી શકે છે.

ચેતવણી 3 1 સાઈટોમેગલો વાયરસનું જોખમ, ગર્ભવતી મહિલા અને બાળકોમાં સંક્રમણની શકયતા

લક્ષણો :-

પેટનું અલ્સર, લોહી નીકળવું

શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા

મોઢામાં ચાંદા, દ્રષ્ટિની તકલીફ,

મગજની સોજો તેમજ માણસ કોમામાં પણ જઈ શકે છે

એક કાનમાં બહેરાશ આવી શકે છે

જ્યારે પણ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આવા લક્ષણો દેખાય ત્યારે તેમને તબીબી સહાયની જરૂર પડે છે. કોરોના વચ્ચે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર આ વાઇરસનો હુમલો ઝડપથી થઇ રહ્યો છે. અને લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. કોવિડ 19 અને CMV વચ્ચેની કડી નબળી રોગપ્રતિકારક શક્તિ છે. કોરોના વાયરસ રોગ પ્રતિકારક શક્તિ નબળી કરી નાખે છે અને દર્દી CMVના સંક્રમણ માટે સરળ શિકાર બની જાય છે. આ સંક્રમણ ગંભીર બની શકે છે. જેથી સાવધાન રહેવું જરૂરી છે.