Congress/ રાહુલની ગુજરાત કોંગ્રેસને સ્પષ્ટ વાત – હાલ કોઇ પરિવર્તન નથી, સ્થા.સ્વ.ની ચૂંટણીમાં લાગી જાવ

કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત અને વિચારવિમર્શ કરવામાં આવ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીને જ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરવા આદેશ આપ્યો  છે.

Top Stories India
gujarat congress 1 રાહુલની ગુજરાત કોંગ્રેસને સ્પષ્ટ વાત - હાલ કોઇ પરિવર્તન નથી, સ્થા.સ્વ.ની ચૂંટણીમાં લાગી જાવ

કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત અને વિચારવિમર્શ કરવામાં આવ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીને જ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરવા આદેશ આપ્યો  છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દેશભરમાં સંગઠનાત્મક પરિવર્તન કરવાનાં એંધાણ આપી ચૂક્યું છે અને તેની અસરો ગુજરાત સિવાયનાં રાજ્યોમાં અથવા તો જ્યાં જ્યાં હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે સિવાયનાં રાજ્યોમાં નજીકનાં ભવિષ્યમાં જોવામાં આવશે. જો વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં હાલમાં કોંગ્રેસ પ્રદેશ સંગઠનનાં માળખામાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં.

Birthday / ભારતનાં આદર્શ રાજપુરુષ “અટલ જી” નો આજે જન્મદિવસ,…

BJP government misusing Central agencies to intimidate Opposition: Gujarat Congress - The Financial Express

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરતા કોંગ્રેસનાં મવળી મંડળ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હોવાનાં એંધાણ છે કે, ગુજરાત પ્રદેશ સંગઠન હાલ સ્થનિક સ્વરાજની ચૂંટણીમાં લાગી જાય. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધનાણી સહિતના નેતા સાથે રાહુલ ગાંધીએ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કોંગ્રેસ પ્રમુખો ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયા સાથે પણ રાહુલ ગાંધી દ્વારા વાતચીત કરવામાં આવી હતી.

Attack: મહુવામાં દીપડાનો આંતક, મહિલાને ફાડી ખાતા મોત…

Gujarat Congress warns of statewide dharna for loan waiver

વીડિયો કોંફરન્સ માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સમીક્ષા કરતા કોંગ્રેસ મવળી મંડળ અને ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા તમામ નેતાગીરીને સ્પષ્ટ સંકેતો આપી દેવામાં આવ્યા છે કે, હાલ પૂરતી નેતાગીરી બદલવાની શકયતા નહિવત છે અને નજીકમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ હોલ કોંગ્રેસનું લક્ષ છે.

Drugs: જેતપુર-વિરપુરમાંથી ઝડપાયો 16 કિલો ગાંજો, પગેરુ દબાવતા નેટર્વ…

Gujarat Congress appoints two districts, one city chiefs

સિનિયર નેતાઓની બેઠકમાં રાહુલ ગાંધીએ નિર્દેશ આપ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નેતૃત્વ નહીં બદલાય અને ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સહિત પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષનાં બદલાય સીવય જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારી કરવી. સાથે સાથે રાહુલ ગાંઘી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને કોંગ્રેસમાં સિનિયર નેતાઓને જવાબદારી પણ સોંપાઇ હોવાની વિગતો સામેે આવી રહી છે.

ગુજરાત કોંગ્રેસનાં આ નેતા સંભાળશે આ કામગીરી

  • અર્જુન મોઢવાડીયા કેમ્પઈન કમિટીના ચેરમેન
  • દિપક બાબારીયા મેનિફેસ્ટો કમિટીના ચેરમેન
  • સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરતસિંહ સોલંકીને
  • સિદ્ધાર્થ પટેલને ઇલેક્શન મેને. કમિટીની જવાબદારી  
  • મીડિયા એન્ડ પબ્લિ.કમિટી તુષાર ચૌધરીનાં હવાલે 
  • કદીર પીરઝાદાને પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…