વાતાવરણ/ સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનો પારો વધુ ઉંચો જીઈ શકે છે

ગુજરાત સહીત દેશભરમાં ગરમીનો રેકોર્ડ તૂટી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં એપ્રિલ માસમાં પ્રચંડ ગરમીનો 72 વર્ષ જૂનો રેકોર્ડ તુટ્યો છે.

Top Stories India
ગરમી

ઉનાળો બરાબર જામી રહ્યો છે અને સૂર્યનું તાપામાન અને ગરમી સતત વધી રહ્યા છે. ગુજરાત સહીત દેશભરમાં ગરમી નો રેકોર્ડ તૂટી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં એપ્રિલ માસમાં પ્રચંડ ગરમી નો 72 વર્ષ જૂનો રેકોર્ડ  તુટ્યો  છે. શનિવારે દિલ્હીનું સરેરાશ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું હતું.

સ્કાયમેટ વેધર મુજબ આજે રાજસ્થાનના ઘણાં વિસ્તારોમાં  ભીષણ ગરમીની સંભાવના છે. પૂર્વ રાજસ્થાન, પંજાબના કેટલાક  વિસ્તાર, દક્ષિણ હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાક ભાગમાં અતિશય લુની સ્થિતિની સંભાવના છે. હિમાચલ  પ્રદેશ, ઝારખંડ, બિહાર અને ગુજરાતના ઉત્તરીય વિભાગ તથા વિદર્ભના  કેટલાક વિસ્તારોમાં લુની સ્થિતિની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  મધ્યપ્રદેશના ગ્વાલિયર, છિંદવાડા, સતના, ટીકમગઢ, ઉજ્જૈન,  જબલપુર, રીવા અને શહડોલ જેવા શહેરોમાં ગરમીને લઈને યલો  એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સ્કાઈમેટ વેધર પ્રમાણે, કેરળ,  તમિલનાડુ, સિક્કીમ, ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, આસામ અને  મેઘાલયમાં હળવાથી મધ્ય વરસાદ અને કેટલાક સ્થાનો પર ભારે  વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર ભારતના વિસ્તારો, કર્ણાટક, લક્ષદ્વીપ,  દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની  સંભાવના છે. ઉત્તરીય તટવર્તી આંધ્રપ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, ઓડિશા  અને ઉત્તર પૂર્વ બિહારના જુદાંજુદાં સ્થાનો પર હળવા વરસાદની પણ  સંભાવના છે.

આ પણ વાંચો :ભારતીય ખેડૂતો કેનેડામાં કેળા અને બેબીકોર્ન એક્સપોર્ટ કરવા માટે થઇ જાઓ તૈયાર

આ પણ વાંચો :ઇમરાન ખાન OUT થતાં જ તેમના નજીકના લોકો પર કાર્યવાહી,પ્રવક્તા અરસલાન ખાલિદના ઘરે દરોડા,તમામના ફોન જપ્ત