રાજકોટ,
રાજકોટમાં એફઆરસી મામલે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. ફી જાહેર કરવા મામલે હોબાળો કર્યો. બે વર્ષ બાદ ફી જાહેર ન થતા એફઆરસી કમિટિનો ખાનગી શાળાઓ સાથે મીલીભગતનો આક્ષેપ કર્યો.
યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારે ૨૦૧૭ માં ફી વિધાયક ધારો પસાર કરી એફઆરસી કમિટિની રચના કરી હતી. પરંતુ ફી જાહેર કરી ન હતી. કમિટિની રચના કર્યાને બે વર્ષ પૂર્ણ થયા બાદ પણ ફી જાહેર ન થતા વાલીઓની સમસ્યા હજુ પણ યથાવત છે. આગામી સમયમાં એફઆરસી કમિટિનો મામલો ઉકેલાશે નહી તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.