Not Set/ અમદાવાદ : મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને યુવક દ્રારા આત્મઘાતથી હાહાકાર

મોગાસીટી અમદાવાદમાં આર્થિક અને ભૌગોલીક વિકાસની સાથે સાથે ક્રાઇમ રેટ અને ગુનાખોરીની સાથે સાથે આપઘાત જેવી ઘટનાઓમાં પણ વિકાસની હરણફાળ ભરી રહ્યું હોય તેમ, રોજ આત્મઘાતનાં કિસ્સા સામે આવી રહ્યા છે. આજે ફરી બે નવ યુવક જીવનનો અકાળે અંત આવ્યાની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ મહિલા અને એક યુવાને આત્મઘાતનું પગલું લેતા હાહાકાર […]

Ahmedabad Gujarat

મોગાસીટી અમદાવાદમાં આર્થિક અને ભૌગોલીક વિકાસની સાથે સાથે ક્રાઇમ રેટ અને ગુનાખોરીની સાથે સાથે આપઘાત જેવી ઘટનાઓમાં પણ વિકાસની હરણફાળ ભરી રહ્યું હોય તેમ, રોજ આત્મઘાતનાં કિસ્સા સામે આવી રહ્યા છે. આજે ફરી બે નવ યુવક જીવનનો અકાળે અંત આવ્યાની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ મહિલા અને એક યુવાને આત્મઘાતનું પગલું લેતા હાહાકાર મચી જવા પામ્યો હતો.

અમદાવાદનાં કાલુપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર મહિલા કોન્સ્ટેબલનું નામ ફાલ્ગુની શ્રીમાળી હોવાનું જાણવા મળે છે. મહિલા કોન્સ્ટેબલ ફાલગુનીએ ચાંદખેડા સ્થિત પોતાના નિવાસસ્થાને જીવનનો અંત આણ્યો છે. આત્મહત્યા કરતા પૂર્વે મહિલા કોન્સ્ટેબલે સ્યુસાઇડ નોટ પણ લખી છે. જે મૃતક પાસેથી મળી આવી છે.જોકે, પોલીસ દ્રારા હાલતો અકસ્માતથી મોત થયાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામા આવી છે. જો કો સ્યુસાઇડ નોટ મળવા છતા પોલીસ દ્રારા આકસ્માતે મોતનો ગુનો શું કામે નોંધવામા આવ્યો તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. 

તો બીજી ઘટનામાં અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં એક યુવક દ્રારા આત્મહત્યા કરી લેવામા આવી છે. યુવકનું નામ અંકિત ગર્ગ હોવાનુ સામે આવે છે. અંકિતે પોતાના નિવાસ્થાનની જ બિલ્ડીંગમાં 9માં માળેથી પડતુ મુકી જીવનનો અંત આણ્યો છે. 9માં માળેથી પડતું મુકી આત્મહત્યા કરનાર અંકિત ગર્ગે, પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી લાધી હોવાનું પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર સામે આવી રહ્યું છે. ત્યારે વિકસીત અમદાવાદ શહેરમાં બે-બે યુવાન જીવનનાં અંતે લોકોને આ મામલે વિચારવાની ફરજ પાડી છે.

જુઓ આ રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ પર…..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.