@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
યાત્રાધામ ચોટીલામાં નેશનલ હાઈવે GuR આણંદપુર ચોકડીની નજીક આવેલી મંગલમ હોસ્પિટલમાં ગુરૂવારનાં સાંજે જિલ્લા એસઓજીની ટીમે ધામાં નાંખી તપાસ હાથ ધરતા ચકચાર મચી છે. અને પોલીસ ધમધમાટનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની છે. ચોટીલા હાઇવે ઉપર આવેલ રહેણાક વિસ્તાર નજીકની 24 કલાક ઈમરજન્સી ધરાવતી ઇનડોર બેડની સુવિધા ધરાવતી મંગલમ હોસ્પિટલમાં જિલ્લા એલસીબી પીઆઈ બી.એમ.રાણા અને તેમની ટીમે તપાસ હાથ ધરી છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હાલ પોલીસે હોસ્પિટલ ચલાવનાર કોણ અને કેટલા ડોક્ટરો છે, તેમજ સાથેની સુવિધાઓ મેડીકલ, લેબોરેટરી તેમજ સ્ટાફ સહિતનાની ડીગ્રી અંગે તપાસ શરૂ કરેલી હોવાનું જાણવા મળે છે. શંકાને દાયરામાં રાખીને હાલ હોસ્પિટલ ચલાવનાર કોણ છે અને સારવાર કરનાર જે મળી આવેલા હતા તેઓના તેમજ બોર્ડ ઉપર રહેલા અન્ય ડોકટર અંગે તપાસ ચાલી રહી છે તેમ જણાવ્યું છે. પ્રથમ પ્રાથમિક તપાસમાં તાલુકા આરોગ્ય અધિકારી એસ કે.ઉપાધ્યાયને પણ બોલાવવામાં આવેલા હતા.
હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરોની ડીગ્રી ડોક્યુમેન્ટ જે રજુ થશે તેમજ આરોગ્ય વિભાગ સમક્ષ જે રજુ થયા હશે તેની પણ ખરાઇ કરાશે. તેમજ આ તપાસ દરમિયાન કઇ મેડીકલ કાયદાથી વિભીન્ન જણાશે તો વિશેષ કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. ચોટીલા ખાતે ખાનગી હોસ્પિટલમાં એસઓજી ટીમની વાત મેડીકલ વ્યવસાયકારોમાં પ્રસરતા કેટલાક સ્થળે ફફડાટ જોવા મળ્યો તો કેટલાક ભોભીતર થઈ ગયાનું જાણવા મળેલુ છે.
Gujarat: રાજ્યમાં બર્ડ ફલૂની દહેશત, હવે આ વિસ્તારમાંથી ઢેલ અને તેતર મ…
Rajkot: વાંકાનેરની સિરામિક ફેકટરી setmax માંથી મળ્યો બૉમ્બ, સ્ક્વોડન…
VALSAD: મોંઘી સર્જરીની સોંઘી સારવાર : સરકારી હોસ્પિટલ બની મહિલાઓ માટ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
