Ahmedabad News : અમદાવાદ શહેરના નાના ચિલોડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં SMCએ વોન્ટેડ ક્રિકેટ બુકીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. SMCની રેડ દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વૉન્ટેડ ક્રિકેટ બુકીઓ સામે SMCએ ગેમ્બલીંગનો કેસ દખલ કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન હરેશ મુલચંદાણી નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પાસેથી 4.11 લાખ રૂપિયા રોકડા અને 2 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. હરેશના ફોનમાંથી 2.60 કરોડ રૂપિયાના બેલેન્સવાળું માસ્ટર આઈડી પણ મળી આવ્યું હતું.
આ રેડ દરમિયાન કુખ્યાત બુટલેગર રાકેશ રાજદેવ ઉર્ફે RR અને ટોમી ઊંઝા સહિત વોન્ટેડ બુટલેગર વિનોદ સિંધી અને મીત રાજકોટ જેવા અનેક નામો સામે આવ્યા હતા. આ ઘટનામાં કુલ 16 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેની તપાસ નરોડા પોલીસ દ્વારા કરવામાં આવશે.
રાકેશ રાજદેવ RR, ટોમી ઊંઝા અને મીત રાજકોટ સટ્ટા બજારના જાણીતા ખેલાડીઓ છે, અને તેમની સામે ગુજરાત પોલીસના ચોપડે અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
@ RAVI BHAVSAR
આ પણ વાંચો: SMC પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ, ડ્રગ્સ સાથે નાઇજિરિયન યુવતીની ધરપકડ
આ પણ વાંચો: મોરબીમાં વધુ એક વખત SMCના દરોડા, 1 હજાર જેટલી દારૂની પેટી સાથે 4ની ધરપકડ
આ પણ વાંચો: SMC ની મોટી કાર્યવાહીઃ 22 હજાર કિલોગ્રામથી વધુ સબસીડી યુરીયા ખાતર જપ્ત, ગેરકાયદેસર રીતે કંપનીઓ દ્વારા ઉપયોગ
