Not Set/ માઉન્ટ ત્રિશુલ પર નૈાસેના હિમસ્ખલનમાં ફસાઇ,પાંચ નેવી સહિત છ લોકો લાપતા

પર્વતારોહણ સંસ્થામાંથી બચાવ ટીમ ત્રિશુલ શિખર માટે રવાના થઈ છે,ટીમ જોશીમઠ પહોંચી છે. પરંતુ ખરાબ હવામાનને કારણે તે આગળ વધી શકી નથી

Top Stories

નૌસેનાની એક ટીમ ઉત્તરાખંડમાં ત્રિશુલ પર્વત પર ચઢવા માટે ગયા હતા ત્યારે  હિમપ્રપાતનો ભોગ બની છે. તેના કારણે પાંચ આરોહી અને એક કુલી લાપતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ત્રિશુલ પર્વત પર ચડતી વખતે હિમપ્રપાતને કારણે આ અકસ્માત થયો હતો.

કર્નલ અમિત બિષ્ટના નેતૃત્વમાં નેહરુ પર્વતારોહણ સંસ્થામાંથી બચાવ ટીમ ત્રિશુલ શિખર માટે રવાના થઈ છે,ટીમ જોશીમઠ પહોંચી છે. પરંતુ ખરાબ હવામાનને કારણે તે આગળ પહોંચી શકી નથી. હવામાન સુધરતાં જ રાહત કાર્ય  ફરી શરૂ કરવામાં આવશે.

શુક્રવારે સવારે, ટીમ શિખરના માટે આગળ વધી હતી
20 સભ્યોની નૌસેનાની ટીમ લગભગ 15 દિવસ પહેલા 7,120 મીટર ઉચાઇ ત્રિશુલ શિખર પર ચઢવા માટે ગઈ હતી. શુક્રવારે સવારે જ્યારે ટીમ આગળ વધી ત્યારે તેને હિમસ્ખલન થયું હતું. આ અંગે નિમના પ્રિન્સિપાલ કર્નલ અમિત બિશ્તે જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. લગભગ પાંચ નેવી ક્લાઇમ્બર્સ અને એક પોર્ટર હિમપ્રપાતનો ભોગ બન્યા છે અને તેઓ હાલ ગુમ છે.

ત્રિશુલ પર્વત ચમોલીમાં છે
કુમાઉંના બાગેશ્વર જિલ્લામાં ચમોલી જિલ્લાની સરહદે ત્રિશુલ પર્વત આવેલું છે. ત્રણ શિખરોનો સમૂહ હોવાથી તેને ત્રિશુલ કહેવામાં આવે છે.શિખર પર ચઢવા માટે પર્વતારોહણ ટીમો ચમોલી જિલ્લાના જોશીમઠ અને ઘાટ પરથી જાય છે.

રાહત કામગીરી શરૂ થઈ
ભારતીય નૌસેનાનું કહેવું છે કે હિમપ્રપાતમાં ગુમ થયેલા પાંચ નેવી અને એક કુલીને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આર્મી, એરફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બચાવ ટીમો અને હેલિકોપ્ટર  આ ઓપરેશનમાં સામેલ થઇને કામગીરી વધુ ઝડપી કરી રહી છે.