Dharm & Bhakti: મૌની અમાવસ્યા આ વર્ષે 18 જાન્યુઆરી 2026 (18 January, 2026)ના રોજ આવશે. આ અમાવસ્યા પર પૂજા-પાઠ, પિતૃ પૂજન અને દાન (Daan) કરવાથી પણ શુભ ફળ પ્રદાન કરે છે. આ દિવસે અમુક વિશેષ કાર્યો કરવાથી ધન-ધાન્યની કમી રહેશે નહિં. તો ચાલો જાણીએ કે આ મૌની અમાવસ્યા (Mauni Amavasya)એ કઇ-કઇ વસ્તુઓનું દાન કરવું જોઇએ?
હિન્દુ ધર્મમાં પિતૃઓનું ઘણું મહત્વ છે. જે પરિવારો પર પિતૃઓ પ્રસન્ન હોય છે એમના ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે. ઘણી વખત જન્મ કુંડળીમાં પિતૃ દોષ હોવાથી જીવનમાં નાણાકીય સમસ્યાઓ, કાર્યોમાં વિઘ્નો અને સંતાન સુખમાં વિલંબ થાય છે. પિતૃદોષ (Pitrudosh)નું મુખ્ય કારણ છે પૂર્વજોનો આત્મા અસંતુષ્ટ હોય, એમની ઇચ્છા અધૂરી રહી ગઇ હોય અથવા તો વેળાસર એમનું શ્રાદ્ધ (Shraddh) કે તર્પણ કરવામાં ન આવ્યું હોય. અમુક સરળ ઉપાયો (Remedies) અપનાવવાથી પિતૃદોષના દુષ્પ્રભાવોને દૂર કરી શકાય છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.
હિન્દુ સનાતન ધર્મ (Hindu Dharm)માં મૌની અમાસનું એક વિશેષ મહત્વ રહેલું છે. કૃષ્ણ પક્ષમાં આવનારી આ અમાવસ્યાના દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવાથી જીવનમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી રહેતી નથી! અને શાસ્ત્રોમાં કહેવાયા મુજબ તો કેટલાક દાન-ધર્મ તો આગળના 7 જન્મો સુધી શુભ ફળ (Shubh Fal) આપે છે. તો ચાલો આ 10 દાન વિશે અંગે વિસ્તૃતપણે જાણીએ…
મૌની અમાવસ્યાના દિવસે કરો આ 10 વસ્તુઓનું દાન (Daan)
તમારા સામર્થ્ય અનુસાર તમે નીચે જણાવેલી વસ્તુઓમાંથી કોઇ પણ એકનું પણ આ મૌની અમાવસ્યાએ આ વસ્તુઓ પ્રદાન કરશો તો દેવી-દેવતા અને પિતૃઓ (Ancestors)ની અસીમ કૃપાને પાત્ર બનશો.

1. અન્ન
હિન્દુ ધર્મમાં અન્ન આપવાને મહાદાન કહે છે. પ્રત્યેક વ્યક્તિમાં પરમાત્માનો અંશ છે. આથી તમે કોઇને અનાજ આપશો તો એ પરમાત્મા સુધી અવશ્ય પહોંચશે. મૌની અમાવસ્યાએ અનાજનું વિતરણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
2. વસ્ત્ર
જરુરિયાતમંદ લોકોને મૌની અમાસના દિવસે તમારે વસ્ત્રો વહેંચી શકો છો. વિશેષ કરીને, જે સ્થળો પર ઠંડી પડે છે ત્યાં જો ચાદર, કામળા, ધાબળા અને ગરમ કપડા આપશો તો એ અત્યંત શુભ ગણાશે. વસ્ત્ર દાન કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે.
3. જળ
મૌની અમાવસ્યાના પવિત્ર અવસર પર તમારે જળનું દાન પણ કરવું જોઇએ. પાણી પીવડાવવાથી તમારા જીવનમાં શીતળતા વ્યાપશે અને ઈશ્વરના આશીર્વાદ મળશે.

4. તાંબાનું પાત્ર
મૌની અમાસના દિવસે તાંબુ દાન કરવું શુભ ગણાય છે. એમ કરવાથી કુંડળીમાં ગ્રહો (Grah)ની સ્થિતિ પણ સુધરે છે અને તમને કેરિયર ક્ષેત્રે પણ શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, પારિવારિક જીવન પણ સુખમય રહે છે.
5. ઘી
અમાવસ્યાના દિવસે ઘી જરુરિયાતમંદને આપવાથી તમારા સંબંધોમાં મધુરતા વ્યાપે છે. આથી જો તમારું સામર્થ્ય હોય તો તમે ઘી પણ ભેટ કરી શકો છો.

6. પુસ્તકો
દેવી સરસ્વતી (Sarasvati) જ્ઞાનની દેવી ગણાય છે અને એને પ્રસન્ન કરવા માટે માઘ અમાવસ્યાના દિવસે તમે પુસ્તકોની મદદ પણ કરી શકો છો. પુસ્તકો પ્રદાન કરવાથી પણ તમારા જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
7. ધન
ધન તો દરેક વ્યક્તિની આવશ્યકતા હોય છે. આ સંજોગોમાં જો તમે કોઇની આર્થિક મદદ કરશો તો તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે અને એ ઉપરાંત, લક્ષ્મી માતા (Lakshmi)ની કૃપા પણ તમારા પર વરસશે.
8. ગૌ દાન
પ્રાચીન સમયમાં ગાયને ઉપહાર (Gaudaan) આપવાથી પણ પુણ્યફળ દાયક માનવામાં આવે છે. જો તમે પણ ગાયનું દાન કરી શકો તો તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે.

9. સેવા
માઘ અમાવસ્યા પર કોઈ પણ મંદિર (Temple)માં જઇને તમે સાફ-સફાઈ કાર્યો કરીને સેવા કરવી જોઇએ. આ ઉપરાંત, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ વગેરે સ્થળોએ જઇને સેવા કરવાથી પણ તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે.
10. દીપ
કોઈ પણ મંદિર, જળાશય અથવા નદીમાં દીપ (Deep) વહેતા કરી શકો છો અર્થાત્ ત્યાં જઇને તમે દીવો પ્રગટાવી શકો છો. આ અમાવસ્યાએ તમારે 3, 5, 7 અથવા તો 11 ની સંખ્યામાં દીપ દાન કરવું જોઇએ. દીપ દાન કરવાથી તમારા જીવનમાંથી તમસ અર્થાત્ અંધકાર દૂર થશે અને પરમ જ્ઞાનનું અજવાળું તમારા જીવનને પ્રકાશમાન કરશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: શ્રાવણી અમાવસ્યા શું છે? મહત્વ અને વ્રત અને પૂજાની વિધિ જાણીએ!
આ પણ વાંચો: મકર સંક્રાંતિ પર શુભ માઘ સ્નાનનો મહાસંયોગ….જાણીએ શુભ મુહૂર્ત અને મહત્વ..!
