Lifestyle: શિયાળાની ઋતુ (Winter Season) એકદમ મસ્ત-મજાની ઋતુ છે જેમાં લોકોને હરવા-ફરવાનું અને ખાવા-પીવાનું ઘણું ગમતુ હોય છે! પરંતુ, આ કડકડતી ઠંડીમાં ઘણા લોકોને એક સમસ્યા થતી જોવા મળે છે જે છે હાથ-પગ (Fingers & Toes)ની આંગળીઓમાં સોજા (Finger Swelling) આવવા!

હાથ-પગની આંગળીઓમાં સોજા (Finger Swelling)ની સમસ્યા
તમે ભલે ને મોજા પહેરીને બહાર કામકાજ પર કે ફરવા અથવા વ્યાયામ (Excercise) કરવા જાઓ ત્યારે પણ ઠંડીમાં હાથ અને પગની આંગળીઓમાં સોજા આવવા અને આંગળીઓ લાલ (Reddishness) થઇ જવી જેવી તકલીફો થતી જોવા મળે છે. અને આનું એક અન્ય કારણ છે ઠંડા પાણી (Cold Water)માં સતત કામ કરવાથી પણ આ સ્વાસ્થ્ય સમસ્યા (Health Problem) સર્જાઇ શકે છે. જ્યારે પણ આ પીડા (Pain) થાય ત્યારે એમને વાળવી મુશ્કેલ પ્રતીત થાય છે.

જો તમને પણ આવી સોજાની સમસ્યા થતી હોય તો એનાથી રાહત મેળવવા માટે તમે ઘરે બેઠા જ કેટલાક નુસખા અજમાવી શકો છો. તો ચાલો જોઇશું હાથ-પગની આંગળીઓમાં સોજા (Finger Swelling) આવવાની સમસ્યા વિશે તમે હેરાન-પરેશાન રહો છો તો આનાથી રાહત મેળવવાની આ રહી ટિપ્સ (Tips)…
આ બાબતોનું ધ્યાન રાખો
શિયાળામાં ટાંકી (Tank)નું પાણી અત્યંત ટાઢું (Chilled Water) હોય છે અને આવા સંજોગોમાં ઘરનું કામકાજ કરતી વખતે, શક્ય હોય તો ગરમ પાણી (Hot Water)નો ઉપયોગ કરવાની આદત રાખવી જોઇએ. બહાર જતી વખતે બંધ અને આરામદાયક ફૂટવેર (Footwear) પહેરવા. હાથ-પગ જ્યારે અત્યંત ઠંડા થઇ જાય ત્યારે એકદમ એને શેકીને ગરમ કરવાની ચેષ્ટા ન કરવી. નટ્સ, આખું અનાજ, લીલી શાકભાજી અને સિઝનલ ફળો (Seasonal Fruits) વગેરેનું સેવન કરવું લાભકારક રહેશે.

હાથ-પગની આંગળીઓમાં સોજા અથવા તો ખંજવાળ
જ્યારે પણ તમારી હાથ-પગની આંગળીઓમાં સોજા (Finger Swelling) અથવા તો ખંજવાળ (Itching) આવવા લાગે ત્યારે તમારે નવશેકા પાણીમાં મીઠું અથવા બેકિંગ સોડા (Salt & Baking Soda) ઉમેરીને એને બોળીને શેક આપવો જોઇએ. ટબ અથવા ડોલમાં આ પાણી લઇને એમાં બંને વસ્તુઓને મિક્સ કરવી. ત્યાર બાદ હાથ અથવા તો પગ એમાં થોડી વાર બોળી રાખવા.
સરસિયામાં લસણની કળીઓ ઉમેરી માલિશ કરવું
લસણ (Garlic)માં એન્ટિઇન્ફ્લેમેટરી ગુણો હોય છે અને જ્યારે પણ તમને હાથ-પગની આંગળીઓ અકડાઇ ગયેલી લાગે ત્યારે સરસિયાના તેલ (Mustard Oil)માં બે-ચાર લસણની કળીઓને ઉમેરીને ગરમ કરવું. ત્યાર બાદ, એનાથી આંગળીઓમાં મસાજ (Massage) કરવો. આમ કરવાથી રુધિરાભિસરણ (Blood Circulation) સુચારુ થાય છે. આ ઉપરાંત, તમે દરરોજ નરણા કોઠે 1-2 કાચી લસણની કળીઓ પણ ખાઇ શકો છો.
આ ઉપાયો કરવાથી હાથ-પગની આંગળીઓમાં સોજા આવવાની સમસ્યા (Finger Swelling Problem) ઓછી થઇ જશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: મહિલાઓ… ગર્ભાશયમાં થતા સોજાનાં લક્ષણોને સમયસર ઓળખી લો, નહીંતર પસ્તાવો થઈ શકે છે
આ પણ વાંચો: આ 5 ઉપાયોથી પગમાં સોજાથી મળશે રાહત, તમને તરત જ મળશે રાહત
આ પણ વાંચો: આ 3 ઘરગથ્થુ ઉપચાર પગનાં સોજાને દૂર કરે છે, સરળ અને અસરકારક પણ છે
