India News: “તમે દુકાન પર રૂ.2,500નું UPI Payment કરો છો… તો શું હવે તેના પર Charge (UPI Charge) લાગશે? સરકારના નવા નિર્ણય બાદ આ સવાલ મોટો બન્યો છે. કારણ કે રૂ.2,000 સુધીના UPI Payment પર Charge નહીં લાગે, પરંતુ રૂ.2,000થી ઉપરના Merchant Payment પર MDR એટલે કે Merchant Discount Rate લાવવાની શક્યતા માટે હવે રસ્તો ખુલ્યો છે. જોકે, અત્યારે કોઈ Final Charge લાગુ થયો નથી અને MDRનો દર પણ હજુ નક્કી થયો નથી.”
UPI Charge: રૂ.2,000થી ઉપર Payment પર Fee લાગશે?
“UPI આજે ભારતના સૌથી મોટા Digital Payment Systemsમાંથી એક છે. Reports મુજબ રૂ.2,000થી ઉપરના Transactions કુલ સંખ્યામાં લગભગ 5 ટકા છે, પરંતુ UPIની કુલ Transaction Valueમાં તેમનો હિસ્સો લગભગ 65 ટકા સુધી છે. એટલે જો મોટા Merchant Payments પર MDR આવે, તો Banks અને Payment Companies માટે મોટો Revenue Source બની શકે છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ ખર્ચ આખરે કોણ ઉઠાવશે… વેપારી કે ગ્રાહક?”
“આ મુદ્દે Rahul Gandhiએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમનો દાવો છે કે વેપારી પર લાગેલો Charge અંતે વસ્તુઓની કિંમત વધારીને ગ્રાહક સુધી પહોંચી શકે છે. તેમણે આ મુદ્દાને American Payment Companiesના દબાણ સાથે પણ જોડ્યો છે. જોકે આ તેમનો રાજકીય દાવો છે, તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ Finance Minister Nirmala Sitharamanનું કહેવું છે કે જો MDR લાગશે તો તે Merchant-side Charge હશે અને સામાન્ય ગ્રાહક પાસેથી સીધો UPI Charge લેવામાં નહીં આવે. Congressના Jairam Rameshએ પણ અગાઉ UPI MDR અંગે સરકારને સવાલ કર્યા હતા.”
“હવે સામાન્ય માણસ માટે શું બદલાશે? તમે રૂ.500, રૂ.1,000 કે રૂ.2,000નું UPI Payment કરો છો, તો તેના પર સીધો Charge લાગવાની વાત નથી. પરંતુ રૂ.5,000 જેવી મોટી Merchant Payment માટે ભવિષ્યમાં MDRનું structure શું હશે, તે મહત્વનું રહેશે. ઉદાહરણ તરીકે 0.4 ટકા MDR માનીએ તો રૂ.5,000 પર રૂ.20 થાય… પરંતુ આ માત્ર સમજવા માટેનું example છે, હાલનો actual Charge નથી. વેપારી આ ખર્ચ પોતે ઉઠાવશે કે પોતાની વસ્તુ અથવા serviceની કિંમતમાં તેનો અસર કરશે, તે હજી નક્કી નથી.”
“Paymentની આ સફરમાં વચ્ચે પણ ઘણા મોટા બદલાવ આવ્યા. પહેલા Internet Banking અને Debit-Credit Cardsનો ઉપયોગ વધ્યો, પછી IMPSએ તરત પૈસા મોકલવાનું સરળ બનાવ્યું. ત્યારબાદ Paytm જેવા Mobile Wallets આવ્યા, જેમાં પહેલા Walletમાં પૈસા ઉમેરવા અને પછી Payment કરવાની જરૂર પડતી. પરંતુ 2016માં UPI આવ્યા પછી Paymentની રીત જ બદલાઈ ગઈ..સીધા Bank Accountમાંથી Payment, QR Codeથી ચુકવણી અને ત્યારબાદ UPI Lite, AutoPay, Credit Cardથી UPI Payment, Tap & Pay અને International UPI જેવી સુવિધાઓ ઉમેરાતી ગઈ. એટલે Paymentની દુનિયા સતત બદલાતી રહી છે… અને હવે MDRની ચર્ચા UPIની આ સફરનો વધુ એક મોટો વળાંક બની શકે છે.”
“એટલે અત્યારે UPI પર સીધો Customer Charge લાગ્યો નથી, પરંતુ મોટા Merchant Payments પર MDR અંગે ચર્ચા ચોક્કસ શરૂ થઈ છે. એક તરફ Rahul Gandhi અને Congress તેનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ Governmentનું કહેવું છે કે સામાન્ય ગ્રાહક પાસેથી સીધો UPI Charge લેવામાં નહીં આવે. હવે નજર રહેશે Final MDR Decision પર… કારણ કે સૌથી મોટો સવાલ હજુ એ જ છે..જો આ Fee લાગુ થાય, તો તેનો અંતિમ ખર્ચ કોણ ઉઠાવશે… વેપારી, Payment Company કે ગ્રાહક?”
આ પણ વાંચો: UPI પર હવે ચાર્જ લાગશે? સરકારે સ્પષ્ટ કર્યું સત્ય, જાણો નવા કાયદામાં શું બદલાશે?
આ પણ વાંચો: UPI ટ્રાન્ઝેક્શન ચાર્જ પર અમેરિકાના દબાણમાં ભારત? GTRIએ સરકારને આપી કડક ચેતવણી
આ પણ વાંચો: UPI પેમેન્ટ પર ફરી ચાર્જની ચર્ચા, ₹2,000થી વધુના વેપારી વ્યવહારો પર લાગી શકે છે ફી
