Lifestyle: બથુઆ (Bathua)ને શિયાળાનું સૂપરફૂડ (Winter Superfood) માનવામાં આવે છે. એના સેવનથી ઘણા સ્વાસ્થલાભ થાય છે. વિજ્ઞાન તથા આયુર્વેદ (Science & Ayurveda)ની દ્રષ્ટિએ આ સ્વાસ્થ્યનો ખજાનો ગણાય છે. સાયન્સ અને આયુર્વેદ આ બંને દ્રષ્ટિકોણથી જોઇએ તો બથુઆની ભાજી વિટામિન અને ખનીજનો બહેતરીન સ્ત્રોત ગણાય છે. આમાં વિટામિન A , વિટામિન C અને B-કોમ્પ્લેક્સ (Vitamin A, Vitamin C & Vitamin B-Complex) ભરપૂર માત્રામાં હોય છે.
આ ઉપરાંત, એમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા સ્વાસ્થ્ય માટે ઘણા જ મહત્વ પૂર્ણ મિનરલ્સ (Minerals) પ્રાપ્ત થાય છે. બથુઆ પોતાના લેસ્કેટિવ ગુણધર્મો માટે જાણીતી ભાજી છે, તે મળને નરમ કરીને આંતરડાની સફાઇ કરવાનું કામ કરે છે. આ ઠંડી ઋતુમાં આવી અનેક ગુણકારી શાકભાજી મળે છે તો ચાલો હવે જાણીએ, બથુઆની ભાજી વિશે અને એના સેવનથી થતા સ્વાસ્થલાભ ((Bathua Health Benefits)અંગે…

શું છે આ ચીલની ભાજી?
બથુઆનું વૈજ્ઞાનિક નામ છે Chenopodium album, તેને ચીલની ભાજી (Bathua), ચિલવડો કે ટાંકિયો જેવા નામો લોકભોગ્ય નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં કુલ 8 એમિનો એસિડ (Amino Acids) હાજર હોય છે જેમના નામ છે લાઇસિન, લ્યૂસિન, આઇસોલ્યૂસિન, થ્રોનિન, વેલિન, મેથિયોનિન, ટ્રિપ્ટોફૅન તથા ફેનિલએલનિન…આ તમામ એમિનો એસિડ શરીરની માંસપેશીઓ (Muscles)ને મજબૂત બનાવવા ઉપરાંત, એનર્જી બુસ્ટર તરીકે કાર્ય કરે છે. આ એસિડ દ્વારા હિમોગ્લોબીન (Hemoglobin) બને છે અને તણાવ પણ નિયંત્રિત થાય છે.
ડૉક્ટર બથુઆના સેવનની સલાહ આપે છે
ત્વચા રોગ નિષ્ણાત (Dermatologist)ના મતે, “આ ભાજી આહારનો એક ખજાનો છે, જેની તાસીર ગરમ હોય છે અને આ કારણથી જ એને શિયાળામાં ખાવાથી શરીરને ખૂબ ફાયદો મળે છે. બપોરના ભોજનમાં બથુઆ (Bathua) ખાવી શ્રેષ્ઠ રહેશે કારણ કે, આ સમયે જ પાચન શક્તિ (Digestion) મજબૂત હોય છે. બથુઆને સૂપ (Soup) કે શાકના સ્વરુપે રાંધીને ખાઇ શકાય છે. એને ખાલી પેટ હોય ત્યારે અથવા તો રાત્રે મોડા ખાવાનું ટાળવું કેમ કે, એનાથી અમુક વ્યક્તિઓને ગૅસ કે પેટ ભારે થવું જેવી સમસ્યા સર્જાઇ શકે છે. અઠવાડિયામાં 2 થી 3 વાર બથુઆનું સેવન કરી શકાય છે.”
બથુઆની ભાજીના સ્વાસ્થ્ય લાભ (Bathua Health Benefits)
‘Journal of Food Science’ના એક રિપોર્ટ મુજબ, બથુઆ (Bathua)નું સેવન આંતરડા (Intestine)ની સફાઇ કરે છે તથા તમારી ગમે તેટલી જૂની કબજીયાત કે હરસ-મસા (Constipation or Hemorrhoids)ની સમસ્યા હોય તો એમાં રાહત આપે છે. આ ઉપરાંત, એ લિવરને પણ ડિટૉક્સ કરવામાં સહાયક છે. રક્તશુદ્ધિ માટે બથુઆ એક ઉત્તમ વિકલ્પ છે અને એને માનવામાં આવે છે.
સંશોધન અનુસાર, બથુઆમાં હાજર એન્ટિ ઓક્સિડન્ટ્સ લોહીના વિકારો દૂર કરવામાં (Natural Blood Purifier) અને વિષાર્ધ પદાર્થો (Toxins)નો શરીરમાંથી નિકાલ કરવામાં મદદરુપ છે. બથુઆના સેવનથી ખીલ (Pimples) ઓછા થાય છે અને ચહેરા પર ચમક અને નિખાર આવે છે.
બ્લડ ક્લોટિંગમાં સહાય કરે
બથુઆની ભાજીમાં રહેલું વિટામિન K (Vitamin K) શરીરમાં બ્લડ ક્લોટિંગ (Blood Clothing) લોહી જામવાની પ્રક્રિયાને સુચારુ બનાવી રાખે છે. ઇજા થવાથી વગેતા લોહીને ગંઠાવામાં તથા હાડકાં મજબૂત બનાવવામાં પણ એની પ્રમુખ ભૂમિકા છે. એમાં હાજર ફાઇબર (Fiber) પાચન માટે વરદાન છે. આ ભાજીનું ઠંડીની સિઝનમાં સેવન કરવાથી કબજીયાતનો ઇલાજ કરી શકાય છે. શિયાળામાં જ્યારે પાચન ધીમુ થઇ જાય છે ત્યારે બથુઆ (Bathua)નું સેવન કરવું અત્યંત લાભદાયી છે.
ડિટૉક્સ માટે ઉત્તમ વિકલ્પ
બથુઆ શરીરમાંથી વિષાર્ધ પદાર્થો (Toxins)નો શરીરમાંથી નિકાલ કરવામાં મદદરુપ છે. એનું સેવન પાચન તંત્ર માટે ઉત્તમ છે, બથુઆ (Bathua)ને ખાવાથી પેટ હળવું રહે છે, ગૅસ અને અપચાની તકલીફો ઓછી થાય છે.
હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખે
બથુઆ (Bathua)માં રહેલા પોટૅશિયમ અને એન્ટિઓક્સિડન્ટ્સ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં સહાયક છે જેના કારણે હૃદય પર દબાણ ઓછું આવે છે અને સ્વાસ્થ્ય (Heart Health) ચુસ્ત-દુરસ્ત રહે છે.
લોહીના દબાણને નિયંત્રિત રાખે
બથુઆમાં રહેલું પોટેશિયમ (Potassium) એક કુદરતી સ્ત્રોત હોવાથી ‘Journal of Clinical Hypertention’ ના એક રિપોર્ટ મુજબ, તે શરીરમાંથી સોડિયમ (Sodium)ના પ્રભાવને ઓછો કરીને ધમની અને શિરાઓની દિવાલને સ્વચ્છ રાખે છે જેથી રુધિરાભિસરણ સરળ બને છે. જ્યારે નસો રિલેક્સ હોય ત્યારે Systolic BP (મહત્તમ બીપી) ઓછું થાય છે જેથી હાઇપરટેન્શનનું જોખમ ટાળી શકાય છે.
વજન નિયંત્રિત કરવામાં મદદરુપ
ઓછી કેલરી અને હાઈ ન્યૂટ્રિઅન્ટ પ્રોફાઇલને કારણે બથુઆ પેટને ઘણી વાર સુધી ભરેલું હોવાનું ફીલ કરાવે છે અને ઓવરઇટિંગથી બચાવે છે. આના કારણે વેટ લોસ જર્ની (Weight Loss Journey)માં જોડાયેલા લોકો માટે ઉત્તમ આહાર છે.
શિયાળામાં બથુઆની આવક ઘણી જ જોવા મળે છે, તો આપણે સૌએ એને ડાયેટ (Diet)માં અવશ્ય સામેલ કરવી જોઇએ. આમ કરવાથી ઇમ્યૂનિટી, પાચન, સ્કિન તથા આંખોને ઘણો જ ફાયદો મળે છે. આ ભાજીને શાક તરીકે, પરોઠા કે પછી સૂપ બનાવીને ખાવાથી પોષણ પ્રાપ્ત થાય છે અને હૅલ્થને ઘણો લાભ થાય છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: શિયાળામાં સરસવ કે બથુઆ…કઇ ભાજી ઉત્તમ, હૅલ્થ માટે શું ખાવું બહેતર?
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!

