Vadodara News/ વડોદરામાં વિદેશીઓ ફસાયા, JCB મદદે આવ્યું, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદના કારણે ફસાયેલા છ વિદેશીઓના જૂથને બચાવ ટીમ બુલડોઝર પર લઈ જઈ રહી છે. પૂર જેવી પરિસ્થિતિથી રોડ પર……..

Gujarat Vadodara Trending

Vadodara News: ગુજરાત રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી અવિરત વરસાદને (Heavy Rain) કારણે શહેરો, તાલુકાઓ વરસાદમાં મહદઅંશે ડૂબાઈ ગયા છે. વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે મગરો શહેરમાં ચારેબાજુ ફરી વળ્યાં છે. વડોદરામાં (Vadodara) રેસ્ક્યુ ટીમ દ્વારા બુલડોઝર (Bulldozer) પર વિદેશીઓના એક જૂથને ઘૂંટણ સુધીના પાણીમાં લઈ જવાનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદના કારણે ફસાયેલા છ વિદેશીઓના જૂથને બચાવ ટીમ બુલડોઝર પર લઈ જઈ રહી છે. પૂર જેવી પરિસ્થિતિથી રોડ પર પાણી ભરાઈ ગયા હોવા છતાં ખુશખુશાલ દેખાતા હતા. જેસીબી (JCB) દ્વારા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રેસ્ક્યુ ટીમે વિદેશી લોકોને બચાવી લીધા હતા. વિશ્વામિત્રી નદી તેના કાંઠાને વટાવી ગઈ હોવાથી ગુરુવારે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાના કારણે વડોદરા શહેર ડૂબી ગયું છે.

ગુજરાતમાં ભારે વરસાદનો (Heavy Rain) પ્રકોપ છેલ્લા 6 થી 7 દિવસ જોવા મળ્યા બાદ અસના વાવાઝોડું કચ્છને અડીને ઓમાન બાજુ ફંટાઈ ગયું છે. આજે પણ વાવાઝોડાની ભારે અસર વર્તાશે. અસના વાવાઝોડાનું (Cyclone) જોખમ ટળ્યું છે. હવામાન વિભાગે (IMD) આજે અને આવતીકાલે ગુજરાતના તમામ બંદરો પર 75 કિ.મી. સુધીનો તીવ્ર ગતિનો પવન ફૂંકાવાની આગાહી કરી છે.

Image

રાજ્યના બંદરો જખૌ, મુંદ્રા, જામનગર, સલાયા, માંડવી, ન્યૂ કંડલા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, દહેજ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયા છે. દક્ષિણ ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છમાં અંતરિયાળ જીલ્લાઓમાં તીવ્ર ગતિએ પવન ફૂંકાશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. ઘટનાના 48 કલાક બાદ શુક્રવારે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જયરાજ રાડિયા અને સોનલબેન રાડિયા તરીકે ઓળખાતા પતિ-પત્નીના મૃતદેહ ઘટનાના લગભગ 10 કલાક બાદ પુલ પરથી લગભગ 200 ફૂટ નીચેથી મળી આવ્યા હતા. શુક્રવારે તેમના પુત્ર ધરમ રાડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો.

Image

વડોદરા શહેરમાં 13 પાણી વિતરણ પંપ બંધ હતા જેમાંથી હાલ માત્ર 4 જ બંધ છે. આવી વિકટ પરિસ્થિતિમાં શહેરને વીજ પુરવઠો પૂરો પાડતા 118 ફીડર બંધ કરી દેવાયા હતા. ગુરુવારે મોડી સાંજ સુધીમાં 22 ફીડર કાર્યરત થઈ ગયા હતા. બાકીના 12 ફીડર હજુ પણ પાણીથી ભરેલા છે. પાણી ઓછુ થતા જ તેને શરૂ કરી દેવામાં આવશે. મોડી રાત સુધી 150 ટ્રાન્સફોર્મર કાર્યરત થઇ ગયા છે. આ કામગીરીમાં 40 ટીમો કાર્યરત છે, વધારાની 10 ટીમો પણ કાર્યરત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રિલાયન્સે વડોદરાવાસીઓ માટે 20,000 ફૂડ પેકેટ પહોંચાડ્યા

આ પણ વાંચો: વડોદરામાં પૂર બાદ આરોગ્ય, વીજળી, સફાઇ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ

આ પણ વાંચો: વડોદરામાં આર્મીની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી