Vadodara News/ વડોદરાના નવાયાર્ડમાં સહેબાઝ પઠાણની દાદાગીરી, ઉભેલા એક્ટિવા ચાલકને આવીને માર્યો લાફો

સેહબાઝ પઠાણ અને તેના સાથીઓએ નવાયાર્ડ વિસ્તારમાં એક યુવક પર હુમલો કર્યો અને ધમકી આપી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ, એવી ચર્ચા છે કે બંને ગેંગે ફતેહગંજ પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News:વડોદરા શહેરમાં અસામાજિક તત્વોના નિયંત્રણ બહાર જવાના બનાવો વધી રહ્યા છે. ખાખીનો ડર હવે આવા તત્વોમાં રહ્યો નથી તેવી ચર્ચા વચ્ચે, સેહબાઝ પઠાણ અને તેના સાથીઓએ નવાયાર્ડ વિસ્તારમાં એક યુવક પર હુમલો કર્યો અને ધમકી આપી.આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા બાદ, એવી ચર્ચા છે કે બંને ગેંગે ફતેહગંજ પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે.

લાફો મારતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી વડોદરાના નવાયાર્ડ વિસ્તારનો રહેવાસી છે. તે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તે તેના ફઈના દીકરા અઝીમ ખાન સાથે ફુલવાડી ચોકડી નજીકથી ઘરે પરત ફરી રહ્યો હતો. તેઓ એક્ટિવા પર ડી કેબિનથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અઝીમ ખાને ફોન આવતા એક્ટિવા રસ્તાની બાજુમાં પાર્ક કરી દીધી. આ દરમિયાન, સહેબાઝ પઠાણ (Shahbaz Pathan) તેની મોપેડ લઈને ત્યાં આવ્યો.

લાફો મારતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો

ફરિયાદ મુજબ, સહેબાઝે કોઈ કારણ વગર બંનેને ગાળો આપવાનું શરૂ કર્યું. જ્યારે અઝીમ ખાને તેને શાહબાઝને ગાળો ન આપવા કહ્યું, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તેના ગાલ પર થપ્પડ મારી. જ્યારે ફરિયાદીએ તેને રોક્યો, ત્યારે તેણે તેને હાથ વડે માર મારવાનું પણ શરૂ કર્યું. આ દરમિયાન શાહબાઝના બે મિત્રો પણ ત્યાં પહોંચી ગયા. ત્રણેયે મળીને ફરિયાદીને રસ્તાની બાજુમાં ખેંચી ગયા અને માર માર્યો, અપશબ્દો બોલ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ડિજિટલ અરેસ્ટનો પહેલો ભોગ: 65 વર્ષીય અતુલભાઈએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:વડોદરામાં ફરી એક બેફામ ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત, બે લોકોને લીધા અડફેટે

આ પણ વાંચો:વડોદરામાં સ્પા વર્કર યુવતીનું અપહરણ : ગરમ ચપ્પુથી યુવતીને ડામ આપ્યા